મોદીને હરાવવાના દાવા પણ ભરૂચ બેઠક જીતવી ચૈતર વસાવા માટે પણ નથી સરળ, આ સમીકરણો નડશે

AAP-Congress Alliance : ભરૂચમાં હાલ ભલે ચૈતર વસાવા હીરો બનીને ઉભરી આવ્યા હોય, પરંતું ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે, તેથી ચૈતર વસાવા માટે જીત એટલી સરળ પણ નથી
 

મોદીને હરાવવાના દાવા પણ ભરૂચ બેઠક જીતવી ચૈતર વસાવા માટે પણ નથી સરળ, આ સમીકરણો નડશે

Gujarat Politics : આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં આજે 2 બેઠકો આપને ફાળે ગઈ છે. આપે એડવાન્સમાં ભરૂચ અને ભાવનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ચૈતર ભલે અહીં મોદીને હરાવવા ના દાવા કરી રહ્યાં હોય પણ અહીં ચૈતર માટે પણ જીતવું સરળ નથી. અહેમદ પટેલના પરિવારને સાઈડલાઈન કરી કોંગ્રેસે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે પણ સ્થાનિક કોંગ્રેસ હવે આપને કેટલો સપોર્ટ કરે છે એ સૌથી મોટો સવાલ છે. અહીં આપ કરતાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. વિધાનસભાની 7 સીટ ધરાવતી આ લોકસભા બેઠકમાં 6 સીટ ભાજપ પાસે છે અને 35 વર્ષથી આ સીટ ભાજપનો ગઢ રહી છે. અહેમદ પટેલે પણ આ સીટને જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા છે પણ આદીવાસી પ્રભુત્વ ધરાવતી આ બેઠક ભાજપના કબજામાં રહી છે. આપ માટે આ બેઠક જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. કોંગ્રેસનો સપોર્ટ મળવો આ બેઠક પર અઘરો છે. અહીં લઘુમતિ સમાજ અહેમદ પટેલના પરિવારને સપોર્ટ કરતો આવ્યો છે. કોંગ્રેસે આ પરિવારની અવગણના કરી છે. ચૈતર માત્ર ડેડિયાપાડાના ભરોસે ભરૂચ બેઠક જીતવાના દાવા કરી રહ્યાં છે પણ આ સરળ નથી. હવે આ બેઠક પર કેવા સમીકરમો રચાય છે એ તો આગામી સમય જ બતાવશે પણ મનસુખ વસાવા ચૂંટમી નહીં લડે એ ફાયનલ છે. 

ભાજપ 35 વર્ષથી સત્તામાં છે
ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે. હવે અહેમદ પટેલના સંતાનોને સાઈડલાઈન કરી કોંગ્રેસે આ બેઠક આપને આપી દીધી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યાં મુમતાઝ પટેલે અને ફૈઝલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓએ પ્રચાર પણ શરૂ કર્યો હતો પણ હવે આ સીટ આપને ફાળે ગઈ છે. સ્થાનિક કોંગ્રેસે પણ આ સીટ આપને ન સોંપવા કરેલી રજૂઆતોને સાઈડલાઈન કરી છે. હવે સવાલ એ છે કે સ્થાનિક કોંગ્રેસ અને અહેમદ પટેલનો પરિવાર આ સીટ પર આપને મદદ કરશે કે કેમ? સ્થાનિક કોંગ્રેસને આપને મદદરૂપ ના થાય તો આ સીટ પર ગઠબંધનનો કોઈ મતલબ નથી. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનો કબજો છે. વરિષ્ઠ આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સાંસદ છે. આ બેઠક હવે આમ આદમી પાર્ટીને આ ભેટમાં ધરી દેવાઈ છે. આપના સંદીપ પાઠકે એડવાન્સમાં જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં પહેલી લોકસભા બેઠક ભાજપ ચૈતર વસાવા સામે હારી રહી છે. ભાજપ માટે પણ આ નાકનો સવાલ છે. 

ભરૂચ લોકસભા બેઠકના સમીકરણ

  • આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતી
  • ભરૂચનો પૂર્વી ખૂણો આદિવાસી મતદારોથી પ્રભાવિત
  • પશ્વિમી ખૂણો મોલેસલામ ગરાસિયા સમુદાયથી પ્રભાવિત
  • આ બેઠક પર 40 ટકાથી વધુ મુસ્લિમ મતદારો
  • ભરૂચ લોકસભા બેઠક પર 14 લાખ જેટલાં મતદારો
  • ભરૂચ બેઠક પર 18 વખત ચૂંટણી યોજાઈ
  • આદિવાસી મતદારોનો બેઠક પર સૌથી વધુ પ્રભાવ
  • ડેડિયાપાડા અને ઝઘડિયામાં સૌથી વધુ આદિવાસી મતદારો
  • છેલ્લી 6 ટર્મથી ભાજપના મનસુખ વસાવા સાંસદ છે
  • કોંગ્રેસના દિગ્ગજ  અહેમદ પટેલનો ગણાતો હતો ગઢ
  • ભરૂચ બેઠક પર ભાજપ 10 વખત, 7 વખત કોંગ્રેસ જીત્યું

ભરૂચ લોકસભા બેઠકમાં કઈ વિધાનસભા બેઠક આવે ? 
કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર

કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક હાલમાં ભાજપનો ગઢ
લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક ચર્ચામાં આવી છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે આ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. ભરૂચ એ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ભરૂચમાં 1984થી ભાજપે માત્ર લોકસભાની બેઠક જ નહીં પરંતુ વિધાનસભાની બેઠકો પર પણ પ્રભુત્વ જમાવ્યું છે પરતું આ લોકસભામાં માહોલ થોડો અલગ છે. જેનો ડર ભાજપને પણ છે. આમ છતાં પાર્ટીએ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી દીધું છે.

આ લોકસભા બેઠકમાં આવતી દેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી પક્ષના આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટમી લડવાના છે. આ બેઠક પર આપ કરતાં કોંગ્રેસને વધારે લીડ મળી છે. આદીવાસી મતોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ડેડિયાપાડાથી ચૈતર વસાવા વિજેતા બન્યા હતા. ભાજપ પણ અહીં આદીવાસી ઉમેદવાર ચૂંટણીમાં ઉતારશે. હવે સવાલ એ છે કે કોંગ્રેસ આપને મદદ કેટલી કરે છે.  મુમતાઝ પટેલ એવું સ્પષ્ટ કહ્યું હતું કે, ભરૂચ 45 વર્ષથી વધુ સમયથી તેમના પિતાનો મતવિસ્તાર છે. તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ હતા અને છથી વધુ વખત રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભરૂચ મારું ઘર છે. અમારો જન્મ ત્યાં થયો હતો અને હું ત્યાંથી ચૂંટણી લડીશ. પણ એમના સપનાં કોંગ્રેસે પૂરા કર્યા નથી. જો અહેમદ પટેલનો પરિવાર બગાવત કરે તો આપને પણ આ નડી શકે છે. ભાજપ માટે આ લોટરી સમાન રહેશે. આમ પણ ભરૂચ બેઠક એ ભાજપનો ગઢ છે. ભરૂચ બેઠક પર આવતી તમામ વિધાનસભામાં ભાજપ પાસે 5 વિધાનસભા છે. ચૈતર વસાવાએ 2 દિવસ પહેલાં આ બેઠક પરથી મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ આપ જ જીતશેના બણગાં ફૂક્યા હતા પણ આ બેઠક જીતવી ચૈતર વસાવા માટે પણ સરળ નથી. આ બેઠકના ગણિતો અલગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news