જોજો, તમે આઈસ ગોલામાં ક્યાંક ઈન્ડસ્ટ્રીયલ બરફ તો નથી ખાતા ને! થયો છે મોટો ખુલાસો

Ice Gola In Summer : ગામમાં ઠેર ઠેર ખોલેલી આઈસ ગોલાની હાટડીઓમાં ડોમેસ્ટીક આઈસના નામે ઈન્ડસ્ટ્રીયલ આઈસ વપરાતો હોવાની કમિશ્રરને રજૂઆત કરાઈ, તપાસના આદેશ છૂટ્યા

જોજો, તમે આઈસ ગોલામાં ક્યાંક ઈન્ડસ્ટ્રીયલ બરફ તો નથી ખાતા ને! થયો છે મોટો ખુલાસો

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : હાલમાં દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો ભારે ત્રસ્ત થઇ રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા લોકો મોડી સાંજ બાદ પરીવાર સાથે આઈસ ગોલાના સેન્ટરો પર કિડીયારાની જેમ ઉમટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં હાલમાંઆઈસ ગોલા માટે વપરાતા બરફની ગેટેગરીને લઇને પ્રશ્નો ઉઠ્યા છે. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર સુધી રજૂઆત થઇ હોવાની માહિતી મળી છે. જેમાં કેટલાક આઈસ ગોલા વેપારીઓ દ્વારા વધુ નફો કમાવી લેવાના આશયથી ડોમેસ્ટીક આઇસના નામે ઈન્ડસ્ટ્રીયલ આઈસનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે ઝી ચોવીસ કલાકે ઈન્ડસ્ટ્રીયલ આઈસ અને ડોમેસ્ટીક આઇસ વચ્ચે શું ફર્ક છે તે જાણવાનો પ્રયત્ન કર્યો.

  • રાજ્યમાં હાલ લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયા
  • ગરમીથી રાહત મેળવવા લોકો માણી રહ્યા છે આઈસ ગોલાની જ્યાફત
  • બીજી તરફ આઈસ ગોલાની ગુણવત્તાને લઇને શહેરમાં ઉઠી ચર્ચા
  • આઈસ ગોલા માટે વપરાતો બરફ ડોમેસ્ટિ કે ઇન્ડસ્ટ્રીયલ આઈસ
  • ડોમેસ્ટીક આઈસના નામે ઈન્ડસ્ટ્રીયલ આઈસ વપરાતો હોવાની કમિશ્રરને રજૂઆત
  • મ્યુનિસિપલ કમિશ્નરે સમગ્ર મામલે હેલ્થ વિભાગને તપાસ કરવા કર્યા આદેશ
  • મ્યુનિ.કમિશ્નરના આદેશ બાદ એએમસી દ્વારા પણ શરૂ કરાઈ તપાસ

ભાજપના નેતાઓનો બેફામ વાણીવિલાસ, ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યાં

શું છે ઈન્સ્ટ્રીયલ આઈસ?
ઈન્ડસ્ટ્રીયલ આઈસનો વપરાશ વિવિધ વસ્તુઓને ફક્ત બહારથી ઠંડી રાખવા કરાય છે. ઈન્ડસ્ટ્રીયલ આઇસને ખાદ્ય પદાર્શ તરીકે વાપરી શકાતો નથી. બાસુંદી, મિલ્કશેક, ફ્રુટ, નોનવેજ મટિરીયલ હોય કે તાપમાનના કારણે જેની ગુણવત્તા પર અસર થાય તેવી વસ્તુઓને ઠંડી રાખવા ઈન્ડસ્ટ્રીયલ આઈસને તે વસ્તુઓની આસપાસ મૂકવામાં આવે છે. નિયમ મુજબ ઈન્ડસ્ટ્રીયલ આઇસનુ ઉત્પાદન કરતા એકમોએ બરફની અલગ ઓળખ માટે તેમાં એડીબલ કલરનું મિશ્રણ કરવાનુ હોય છે. પરંતુ તે બરફ ખાવાનો હોતો નથી. ઈન્ડસ્ટ્રીયલ આઈસ એ ડોમેસ્ટીક આઈસની સરખામણીમાં અતિશય સસ્તો વેચાય છે. જેમાં 150 કીલોની એક પાટના 100 રૂપિયા ભાવ હોય છે.

surat many ice gola shops sample fail taken bu SMC be alert

શુ છે ડોમેસ્ટિક આઈસ?
ડોમેસ્ટિક આઈસ એટલે જે બરફને ખાવામાં વાપરી શકાય તે. તેને બનાવવા માટે નિયત ધારાધોરણ મુજબના ચોખ્ખા પાણીનો વપરાશ કરવાનો હોય છે. 

બંનેમાં ફરક કેવી રીતે જાણી શકાય
બરફની ફેક્ટરીના મેનેજર દિગંત ભટ્ટે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, જો ઈન્ડ્સ્ટ્રીયલ આઈસ ઉત્પાદકે તેમા એડીબલ કલરનો વપરાશ ન કર્યો હોય, તો પ્રત્યક્ષ નજરે તો ઈન્ડસ્ટ્રીયલ કે ડોમેસ્ટિક આઈસમાં ફરક જાણી શકાતો નથી. તે ફક્ત બરફના સેમ્પલનુ લેબોરેટરી ટેસ્ટીંગ કર્યા બાદ જ જાણી શકાય છે. ઈન્ડસ્ટ્રીયલ આઈસની સરખામણીમાં ડોમેસ્ટિક આઈસ પ્રમાણમાં મોંઘો પડે છે. જે માટે ખરીદનારે 150 લીકોની પાટ માટે 240 થી 270 રૂપિયા સુધી ચુકવવા પડે છે. અને તે માટે જ કેટલાક લેભાગુ તત્વો ઈન્ડસ્ટ્રીયલ આઈસનો ખાદ્ય પદાર્થ તરીકે વપરાશ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. 

ત્યારે સમગ્ર મામલે ઝી 24 કલાકે શહેરમાં આવેલી એક ખ્યાતનામ આઈસ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. જેમાં કેવી રીતે બરફ બનાવવામાં આવે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news