ગુજરાતની વધુ એક સિદ્ધિ; વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડબ્રેક MoU, હવે લાખો નોકરીઓનું થશે સર્જન

Vibrant Gujarat 2024: વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડબ્રેક 41 હજાર 299 MOU થયા છે, 98 હજાર 540 પ્રોજેક્ટમાં કુલ 45 લાખ કરોડથી વધુના MoU થતા ગુજરાતે એક નવી સિદ્ધિ હાંસલ કરી.
 

ગુજરાતની વધુ એક સિદ્ધિ; વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડબ્રેક MoU, હવે લાખો નોકરીઓનું થશે સર્જન

Vibrant Gujarat 2024: વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડબ્રેક MoU થયા છે. ગુજરાતમાં 10 મી વાયબ્રન્ટ સમિટમાં 26.33 લાખ કરોડના એમઓયું થયા છે. 10માં વાયબ્રન્ટમાં 41,299 એમઓયુ થતાં ગુજરાતે એક નવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

વાયબ્રન્ટ ગુજરાતમાં મોટા MOU
વાયબ્રન્ટ ગુજરાતમાં થયેલા મોટા એમઓયુની વાત કરીએ તો રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગૃપ દ્વારા 5 લાખ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. જ્યારે અદાણી ગૃપ દ્વારા 2 લાખ કરોડના એમઓયુની જાહેરાત કરાઈ છે. એનટીપીસી દ્વારા એનર્જીમાં 90 હજાર કરોડના એમઓયુ થયા છે. ટોરેન્ટ દ્વારા વાયબ્રન્ટ ગુજરાતમાં 48 હજાર કરોડ રોકાણના એમઓયું કરવામાં આવ્યા છે. ટોરેન્ટ પાવર પાવર સેક્ટર, ગ્રીન હાઈડ્રોજનમાં મોટું રોકાણ કરશે. ટોરેન્ટ દ્વારા વિવિધ 4 એમઓયુ કરવામાં આવ્યા છે. ટોરેન્ટ દ્વારા થયેલા એમઓયુ થકી 26 હજાર રોજગારી ઉદભવશે. 

वर्ष 2022 में कोरोना महामारी के कारण स्थगित वाइब्रेंट समिट में 57, 241 प्रोजेक्ट्स में 18.87 लाख करोड़ रुपए के MoUs हुए थे।

जनवरी 2024 में आयोजित वाइब्रेंट समिट…

— Bhupendra Patel (@Bhupendrapbjp) January 12, 2024

વાયબ્રન્ટ ગુજરાત 2024એ એક નવો રેકોર્ડ
નોંધનીય છે કે, વર્ષ 2022માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા. જ્યારે જાન્યુઆરી 2024માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે. આ રીતે ગુજરાતે રૂ. 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારનું બજેટ 3 લાખ કરોડ ગત વર્ષે હતું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાતના બજેટનાં 15 ગણું મૂડીરોકાણ આવશે એટલા એમઓયુ થયાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news