Google ની મદદથી ચોરી કરતો હાઇટેક ચોર ઝડપાયો, મેપમાંથી મંદિરો શોધી માનતા પૂરી કરવા પહોંચતો, પછી...

મોરબી તાલુકાના લીલાપર ગામ મેલડી માતાજીના મંદિરમાંથી સોનાના બે છત્તરની ચોરી થયેલ હતી જેથી કરીને 80,000 ની કિંમતના સોનાના છતર ચોરાયા હોવાની ફરિયાદ તાલુકામાં નોંધાઈ હતી જેના આધારે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા.

Google ની મદદથી ચોરી કરતો હાઇટેક ચોર ઝડપાયો, મેપમાંથી મંદિરો શોધી માનતા પૂરી કરવા પહોંચતો, પછી...

હિમાંશું ભટ્ટ/મોરબી: સામાન્ય રીતે ઘર કે મંદિર બંધ હોય તેને નિશાન બનાવીને ચોરી કરવામાં આવે છે. જો કે, હવે તસ્કરોએ આધુનિક જમાનની સાથે તાલ મિલાવીને ગૂગલની મદદથી ચોરીની ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કરી દીધું છે. આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી પોલીસે ગૂગલથી મંદિરના લોકેશન શોધીને ત્યાં માનતા પૂરી કરવાના બહાને પહોંચી જઈને ચોરી કરનાર એક શખ્સને હાલમાં દબોચી લીધેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી તાલુકાના લીલાપર ગામ મેલડી માતાજીના મંદિરમાંથી સોનાના બે છત્તરની ચોરી થયેલ હતી જેથી કરીને 80,000 ની કિંમતના સોનાના છતર ચોરાયા હોવાની ફરિયાદ તાલુકામાં નોંધાઈ હતી જેના આધારે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા તેવામાં મળેલ બાતમી આધારે તાલુકા પીએસઆઈ વી.જી. જેઠવા અને તેની ટીમે મોરબીના જોધપર પાસે પુલ નજીકથી એક શખ્સને રોકીને ચેક કર્યો હતો. ત્યારે તેની અંગ ઝડતી લેતા મંદિરમાંથી ચોરી કરીને મેળવેલા બે સોનાના છત્તર મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપી સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ જાતે રજપુત (૩૨) રહે. છોટુનગર હુડકો ચોકડી રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તે ગૂગલ મેપથી મંદિર શોધીને ચોરી કરતો હોવાની તેને કબૂલાત આપેલ છે. 

કહેવાય છેને વર્તમાન સમયમાં આખી દુનિયા તમારી આંગળીના ટેરવે છે આ વાતને ધ્યાને રાખીને રાજકોટના એક ભેજાબાજ શખ્સે કોઈને કશું જ પૂછવાનું નહીં સીધું જ ગૂગલ મેપથી મંદિર શોધવાનું અને ગામના છેડે, વાડીમાં કે પછી લોકોની અવરજવર ઓછી હોય તેવા મંદિરને નિશાન બનાવીને ત્યાં માનતા પૂરી કરવાના બહાને મંદિરે પ્રસાદી, નાળીયેર, અગરબત્તી વિગેરે લઈને જાય છે અને ત્યારે મદિરે રહેતા ભગવાન ઉપર કેટલા આભૂષણો રાખવામા આવ્યા છે તે ચેક કરી લેવાનું અને ત્યાર બાદ રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપવાનો આવું સામે આવ્યું છે. 

જેથી કરીને પોલીસ પણ ચોકી ગઈ હતી અને હાલમાં પકડાયેલા આરોપી પાસેથી આરોપી અભય ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ જાતે રજપુત (૨૭) રહે. હુડકો ચોકડી પાસે છોટુનગર પાસે રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને શખ્સોએ મોરબી, રાજકોટ, જુનાગઢ અને અમરેલી જીલ્લામાં ૧૦ જેટલા મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપેલ છે. 

ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગૂગલના મધ્યમથી જુદાજુદા વિસ્તારોમાં આવેલા મંદિરોને શોધીને તેમાંથી આભૂષણની ચોરી કરવામાં આવતી હોય તેવો આ માત્ર મોરબી જ નહીં પરંતુ ભારતનો પહેલો બનાવ હશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં પકડાયેલા શખ્સ અને તેનો સાથી બંને ગુગલ મેપથી અલગ અલગ મંદિરો સર્ચ કરીને દિવસ દરમ્યાન ત્યાં જતાં અને પછી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા તેવું પોલીસે જણાવ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news