ગુજરાતના આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, એક કલાકમાં પડેલા વરસાદે વિનાશ વેર્યો, રોડ-રસ્તા નદીઓમાં ફેરવાયા

રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ક્યાર સુધી અને ક્યાં ક્યાં ભારે વરસાદ વરસશે તે અંગે અનુમાન કરવામાં આવ્યુ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રાજ્યમાં જળતાંડવ થાય તેવી શક્યતા છે. 

ગુજરાતના આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, એક કલાકમાં પડેલા વરસાદે વિનાશ વેર્યો, રોડ-રસ્તા નદીઓમાં ફેરવાયા

Jamnagar HeavyRains: જામનગર શહેર જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે આજે સતત બીજા દિવસે પણ જામનગરમાં અનરાધાર મેઘ વર્ષા થઈ રહી છે, ત્યારે આજે બપોરના સમયે પણ ભારે વરસાદ વરસતા એક કલાકની અંદર જામનગર શહેરમાં સવા બે ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે. જેના પગલે જામનગરના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને જામનગરમાં આજે સતત આખો દિવસ વરસાદ વરસી રહ્યો છે.

રાજયના હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે જામનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે છેલ્લા 48 કલાક દરમિયાન અઢી ડિગ્રીના ઘટાડા સાથે સોમવારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને છેલ્લા ચોવીસ કલાકમાં 1 ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન 26 ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 15 થી 25 કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેદરડા અને પાટણના રાધનપુરમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના બેચરાજી અને બનાસકાંઠાના ભાભરમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના મહેસાણા સિટીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ રહ્યો. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 34 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ, 63 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો રાજ્યના 129 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. 

તો બીજી તરફ, રાજ્યના 28 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સારા વરસાદથી મધ્ય ગુજરાતના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સરદાર સરોવર ડેમ 100 ટકા પાણીથી ભરાઈ ગયો છે. ડેમ ભરાઈ જતાં ખેડૂતો અને લોકોની સમસ્યા દૂર થઈ છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેરથી નદી-નાળા છલકાઈ ગયા છે. 

ઉપરવાસથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ગોલ્ડનબ્રિજે સવારે 7 વાગે જળસ્તર નીચે ઉતરી 27.97 ફૂટે આવી પહોંચ્યું છે. નર્મદા ડેમની સપાટી 138.63 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતું હવે ઘટાડી દેવાયું છે. હાલ ડેમમાંથી 1 લાખ 58 હજાર 352 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લાં 25 કલાકમાં નદીમાં પુરના પાણી 13 ફૂટ ઘટયા છે. પરંતું હજી ભરૂચમાં નર્મદા નદી ડેન્જર લેવલથી 3.97 ફૂટ ઉપર વહી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news