વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો

ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લીધો છે. સાથે કડક શબ્દોમાં વડોદરા મનપાની ઝાટકણી કાઢી છે. આજે આ કેસમાં સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો

ઝી બ્યુરો/અમદાવાદ: વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લીધો છે. સાથે કડક શબ્દોમાં વડોદરા મનપાની ઝાટકણી કાઢી છે. આજે આ કેસમાં સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે બોટકાંડ માટે વડોદરા મહાનગર પાલિકા જ જવાબદાર છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સહિત તમામ જવાબદારો સામે પગલા ભરો. ગુજરાત હાઈકોર્ટ પૂછ્યું કે બિન અનુભવી કોટિયાને પ્રોજેક્ટ કોણે આપ્યો? હરણી બોટનો કોન્ટ્રાક્ટર આપનારને બક્ષી ન શકાય. સરકાર સમગ્ર મુદ્દે તપાસ કરે.

ઉલ્લેખનીય છે કે બોટકાંડમાં 14 લોકોના મોત પછી આરોપી સામે ઢીલી તપાસ થઈ રહી હોવાનું હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું છે. હાઈકોર્ટે કહ્યું સામાન્ય જનતાની સુરક્ષાની વાતને તમે હળવાસમાં કેમ લઈ રહ્યા છો. આ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ.

ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીના દિવસે વડોદરામાં કરૂણ ઘટના બની હતી. હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. આ મુદ્દે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેની આજે સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news