પુરૂષોના આધિપત્યવાળા ક્ષેત્રમાં મહિલાઓ મારશે મેદાન, હવે આ કામમાં દેખાશે નારીશક્તિનો પરચો

પુરૂષોનો જ્યાં આધિપત્ય છે તેવા ફિલ્ડમાં હવે મહિલાઓ પણ મેદાન મારવાની છે. જે સેવામાં મહિલાઓ દૂર દૂર સુધી ક્યાં નજરે નથી પડતી. જ્યાં માત્રને માત્ર પુરૂષો જ જોવા મળતા હોય છે તેવા આ મહેનતના કામમાં હવે મહિલાઓ પણ નજરે પડશે.

પુરૂષોના આધિપત્યવાળા ક્ષેત્રમાં મહિલાઓ મારશે મેદાન, હવે આ કામમાં દેખાશે નારીશક્તિનો પરચો

ઝી બ્યૂરો, અમદાવાદઃ 8 માર્ચને વિશ્વ મહિલા તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વના અલગ અલગ ક્ષેત્રોમાં પોતાના આગવા યોગદાનથી નામના મેળવનારી મહિલાઓને યાદ કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં મહિલા દિવસ પહેલા જ એક ખાસ પહેલ કરવામાં આવી. જે સેવામાં અત્યાર સુધી માત્ર પુરૂષોનો દબદબો હતો તે સેવા મહિલાઓ માટે ખોલી દેવામાં આવી. જુઓ મહિલા દિવસ પહેલા મહિલાઓ માટેનો આ ખાસ અહેવાલ....

મહિલા દિવસ પહેલા રેલવેની અનોખ પહેલ 
પશ્ચિમ રેલવેમાં ટ્રેક મશીનનો થયો પ્રારંભ 
માત્ર મહિલાઓથી સંચાલિત થશે આ સેવા
હવે રેલવેના ટેક્નિકલ ફિલ્ડમાં વધશે મહિલાઓનું પ્રતિનિધિત્વ

પુરૂષોનો જ્યાં આધિપત્ય છે તેવા ફિલ્ડમાં હવે મહિલાઓ પણ મેદાન મારવાની છે. જે સેવામાં મહિલાઓ દૂર દૂર સુધી ક્યાં નજરે નથી પડતી. જ્યાં માત્રને માત્ર પુરૂષો જ જોવા મળતા હોય છે તેવા આ મહેનતના કામમાં હવે મહિલાઓ પણ નજરે પડશે. પશ્ચિમ રેલવેમાં ટ્રેક મશીનનું કામ હવે 7 મહિલા ક્રૂ મેમ્બર કરશે.  ટ્રેક મશીનનું કામ ટ્રેક તૈયાર કરવા, જૂના ટ્રેકને રિપેરિંગ કરવા માટે થાય છે. આ ટ્રેક મશીનની મહિલા સેવાનો પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રાએ મુંબઈથી વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો. આ સેવા શરૂ થતાં મહિલા કર્મચારીઓએ આનંદ વ્યક્ત કર્યો. અને કહ્યું કે, આ અમારા માટે ખુબ જ ગર્વની ક્ષણ છે. 

તો આ કામ સાથે જોડાયેલી અન્ય મહિલાઓએ કહ્યું કે, ટ્રેક પર ટ્રેનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિકલાકની કરવી અમારા માટે પડકાર હશે. પરંતુ સરકારે આ ખુબ મોટી જવાબદારી અમને આપી છે જે આનંદની વાત છે. ટ્રેક મશીન પર વોટરલેસ યુનિનલ ટોયલેટ પણ તૈયાર કરાયું છે, જે મહિલાઓ માટે ખુબ જરૂરી હતું. ટ્રેકની સંપૂર્ણ જવાબદારી મહિલાઓના માથે આવી ગઈ છે. વિશ્વ મહિલા દિવસ પહેલા પશ્ચિમ રેલવેએ કરેલી આ પહેલાના સારા પરિણામ આગામી દિવસોમાં મળશે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં કાંઠુ કાઢી રહી છે. એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ ન હોય ત્યારે વધુ એક ક્ષેત્રમાં મહિલાઓના પદાર્પણથી મહિલાઓ માટે નવા દ્વાર ખુલ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news