આવતીકાલથી ગુજરાતમાં રોકડના કામકાજ ઠપ્પ! એક નિર્ણયથી બદલાઈ જશે માર્કેટનો માહોલ

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચુકી છે. તારીખો જાહેર થતાની સાથે આદર્શ આચારસંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં આવતીકાલથી થશે સૌથી મોટું પરિવર્તન. જેની અસર માર્કેટ પર તુરંત દેખાશે. 

આવતીકાલથી ગુજરાતમાં રોકડના કામકાજ ઠપ્પ! એક નિર્ણયથી બદલાઈ જશે માર્કેટનો માહોલ

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાત સહિત દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. એવા સમયે જો રોકડની ખોટી રીતે લેવડદેવડ કરવામાં આવે તો એ કાયદેસર ગુનો બને છે. ત્યારે ગુનાઈત પ્રવૃત્તિથી બચવા માટે ઉદ્યોગકારો અને વેપારી પેઢીઓએ લીધો છે મોટો નિર્ણય. આવતીકાલથી એટલેકે, સોમવારથી ગુજરાતમાં આંગડિયા પેઢીઓ રોકડના વ્યવહારો પર લગાવશે રોક. 

આવતીકાલે એટલેકે, સોમવારથી નવા સપ્તાહની શરૂઆતથી જ ગુજરાતભરની આશરે ૨,૨૦૦ જેટલી આંગડિયા પેઢીઓના રોકડના કામકાજ ઠપ થશે. સોમવારથી રાજ્યની આંગડિયા પેઢીઓ રોકડના વ્યવહારો સદંતર બંધ કરી દેશે. આદર્શ આચારસંહિતાના પાલનના ભાગરૂપે આંગડિયા પેઢી દ્વારા આ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ એ પણ હકીકત છેકે, આંગડિયા પેઢીમાં રોકડ બંધ થવાનાને લીધે ગુજરાતભરના બજારમાં રોકડની અછત ઊભી થશે. જોકે, ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી હવે માર્કેટમાં રોકડની અછત રહેશે એ નક્કી છે.

ગુજરાત સહિત દેશભરમાં રોકડના વ્યવહારો સોમવારથી બંધ!
લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઈલેક્શન કમિશર દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઈનના પગલે આંગડિયા પેઢીઓએ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં રોકડના વ્યવહારો સોમવારથી બંધ કરવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં ઈન્કમટેક્ષ સહિતની એજન્સીઓ દ્વારા મોટી રકમ જપ્ત કરવાના લીધે રાજ્યના આશરે ૨૨૦૦ જેટલા આંગડિયા પેઢીઓ દ્વારા સોમવાર એટલે કે, ૮મીથી હવાલાનું કામકાજ બંધ રાખવાનું નક્કી કર્યુ છે.જેના લીધે અમદાવાદમાં દરરોજના આશરે રૂ.૩૦૦ કરોડના રોકડના વ્યવહારો બંધ થવાના લીધે બજારમાં રોકડ રકમની અછત ઉભી થશે. 

રોજ ગુજરાતમાં થતી કરોડોની લેવડદેવડ કાલથી ઠપ્પ!
આજે આંગડિયા પેઢીઓ દ્વારા તેમના દરરોજના રોકડના વ્યવહારો કરતા ગ્રાહકોને મેસેજ કરીને સોમવારથી કામકાજ બંધ રાખવાનું સૂચના અપાઈ છે. અમદાવાદ શહેરમાં નાના-મોટા આશરે ૨૦૦થી વધુ આંગડિયા પેઢીઓ આવેલી છે અને ગુજરાતમાં આશરે ૨૨૦૦ જેટલા આંગડિયા પેઢીઓ આવેલી છે. જે દૈનિક કારોબાર આશરે ૩૦૦ કરોડથી વધુનો છે. જેમાં અહીંથી નાણાં મોકલવાનું અને બહારગામથી નાણાં લાવવાનું કામકાજ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઈલેકશન કમિશર દ્વારા બહાર પાડેલ ગાઈડ લાઈનના પગલે આંગડિયા પેઢીઓ દ્વારા મોટી રકમના વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. 

પોલીસ સહિતની એજન્સીઓની રહેશે ચાંપતી નજરઃ
પોલીસ સહિતના એજન્સી દ્વારા રોકડ સહિતના વ્યવહારો ઉપર સતત વોચ રાખી રહ્યા છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ આંગડિયા પેઢીઓ પાસેથી રોકડ રકમ મળી આવી હતી.જે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કબજે કરી દેવાઈ હતી.જેના પગલે રાજયભરના આંગડિયા પેઢીઓ દ્વારા સોમવારથી કામકાજ બંધ કરવાની સુચના આપી દેવાઈ છે. આંગડિયા પેઢીની માલિકે નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં વેપારીઓના ધંધાના મોટાભાગના વ્યવહારો રોકડમાં થતા હોય છે. અમદાવાદમાં દરરોજના આશરે ૩૦૦ કરોડના વ્યવહારો થતા હશે, જયારે ગુજરાતના આશરે ૮૦૦ કરોડની આસપાસના વ્યવહારો થતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news