ગુજરાતના આ શહેરમાં પત્નીઓ વીફરી! કોઈએ ગળચી દબાવી, તો કોઈએ બચકું ભરી છૂટો પાડ્યો પતિનો કાન

સુરતમાં કોમેડી ડ્રામા ફિલ્મ આમદની અઠન્ની ખર્ચા રૂપૈયાના પ્લોટની યાદ અપાવે એવી ત્રણ યોગાનુયોગ ઘટના સામે આવી છે. જેમાં કોઈક ને કોઈક કારણસર પત્નીઓ પતિ પર વીફરી અને પછી પોતાના પતિને બરાબરનો મેથીપાક ચખાડ્યો.

ગુજરાતના આ શહેરમાં પત્નીઓ વીફરી! કોઈએ ગળચી દબાવી, તો કોઈએ બચકું ભરી છૂટો પાડ્યો પતિનો કાન

ઝી બ્યૂરો, અમદાવાદઃ પત્ની પીડિત પતિદેવોની દાસ્તાન! ગુજરાતના આ શહેરમાં વીફરેલી પત્નીઓએ પતિઓને એવા ફટકાર્યા એવા ફટકાર્યા કે સીધા હોસ્પિટલના ખાટલા ભેગા કરી દીધાં. આ ઘટનાઓ પણ હાઈફાઈ કહેવાતા પોશ વિસ્તારની પબ્લિકની જ છે. એક પત્નીએ પોતાના પતિનું ગળું દાબી દીધું તો એકે પોતાના પતિને કાને એવું બચકું ફર્યું કે તેનો કાન જ છૂટો પડી ગયો. વીફરેલી ત્રણ પત્નીઓને એવા તો ફટકાર્યા કે સીધા હોસ્પિટલ ભેગા થઈ ગયાં. ગુજરાતમાં પત્નીઓ વીફરી! કોઈએ ગડચી દબાવી, કોઈએ કાન કરડ્યો, તો કોઈએ વેલણથી પતિની ફટકાર્યો.

કિસ્સો એક: પતિને વેલણથી ફટકાર્યો-
ઘરમાં પતિ દ્વારા પત્ની પર ત્રાસ ગુજારાતો હોવાની ઘટનાઓથી વિપરીત રીતે શહેરમાં મંગળવારે એક જ દિવસમાં ત્રણ-ત્રણ કિસ્સાઓ પત્ની પિડિત પતિઓના બહાર આવ્યા હતા. આ કિસ્સાઓ પૈકીના એકમાં તો પત્નીએ પતિનો કાન એવી રીતે કરડી લીધો હતો કે કાન છૂટો પડી ગયો હતો અને પતિએ તે હાથમાં લઈને હોસ્પિટલમાં જવાની નોબત આવી હતી. પહેલા કિસ્સામાં પાંડેસરા વિસ્તારમાં રહેતો પચમ રાજપૂત (ઉં.વ. ૨૫) મંગળવારે સવાર સિવિલમાં આવ્યો હતો. તેણે મેડિકો લીગલ કેસ કરાવી સારવાર લીધી હતી. તબીબ સમક્ષ પંચમે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, દસેક દિવસ અગાઉ તેની પત્નીએ તેને વેલણથી ફટકાર્યો હતો. જેના લીધે તેના જમણા હાથમાં અસહ્ય પીડા રહી છે. તેણે ફેક્ચર થયું હોવાની આશકા વ્યક્ત કરી હતી.

કિસ્સો બે: પતિનો કાન કરડી ખાધો-
બીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા સંદીપ ગૌતમ (ઉં.વ ૩૨)એ તબીબને કહ્યું હતું કે, મંગળવારે બપોરે ઘરમાં બેઠો હતો ત્યારે પત્નીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલી પત્નીએ તેનો ડાબો કાન કરડી લેતા છૂટો પડતા ૧૦૮-માં સારવાર માટે સિવિલમાં આવ્યો હતો. સોશિયલ મિડિયાની હળવી ભાષામાં કહીએ તો ડોમેસ્ટીક વાયોલન્સની કથિત ગંગાનો પ્રવાહ ઉલટો કરી નાંખનારી વિફરેલી આ પત્નીઓના હિંસાત્મક આક્રમણનો ભોગ બનેલા પતિદેવોએ હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો. યોગાનુયોગ એક જ દિવસે આવા ત્રણ-ત્રણ કિસ્સાઓ અને ત્ર શ્રેય પત્ની પિડિત પતિઓના આવતાં એક સમયે આવા જ થીમ આધારીત એક રમૂજી ફિલ્મ આમદની અટ્ટત્રી.... નો પ્લોટ યાદ આવી ગયો હતો અને આ પત્નીઓએ ક્યાંક આક્રમક પતિદેવોની શાન ઠેકાણે લાવવા વુમન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણનો છતાં આક્રમક રસ્તો લીધો હતો.

કિસ્સો ત્રણ : પતિનું ગળું દબાવી આંગળી મચકોડી-
અન્ય એક બનાવમાં વેડરોડ વિસ્તારમાં રહેતા ગણપત હંટ (ઉં.વ.૫૦)એ તબીબને જણાવ્યું હતું કે. મંગળવારે મળસકે સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘરમાં સૂતેલો હતો તે સમયે તેની પત્નીએ તેનું ગળું દબાવી જમણા હાથની આંગળ મચોડી કાઢી હતી. જેને લીધે તેને ગળા અને આંગળીઓમાં દુખાવો થતા સિવિલમાં આવવાની નોબત આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news