કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત, હવે ગુજરાતના આ શહેરમાં હવામાં ઉડતી દેખાશે ગાડીઓ!

હાલ ગુજરાતમાં ગ્લોબલ બિઝનેસ સમિટ ચાલી રહી છે. આ સમિટમાં વિવિધ મોટી મોટી કંપનીઓ દ્વારા રોકાણની જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે આ જાહેરાતોની વચ્ચે એક મોટી જાહેરાત કેન્દ્ર સરકારના ખુબ સીનિયર મંત્રી દ્વારા કરવામાં આવી છે. જાણો ગુજરાતને મળવાની છે હવે સૌથી મોટી ગિફ્ટ....

કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત, હવે ગુજરાતના આ શહેરમાં હવામાં ઉડતી દેખાશે ગાડીઓ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ હવે ગુજરાતમાં રોડ પર ટેક્સી ચાલશે નહીં પણ દોડશે. ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં એર ટેક્સી દોડાવાની મોટી જાહેરાત થઈ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વાઈબ્રન્ટ સમિટમાં જાહેરાત કરી છે. ઈલેક્ટ્રિક મોબિલિટી પર આયોજિત સેમિનારમાં કહ્યું કે અમે ગિફ્ટ સિટીમાં એર ટેક્સી ચલાવવાની યોજના બનાવી રહ્યા છીએ. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો આજે બીજો દિવસ છે અને કેન્દ્રીય મંત્રીઓ આજે વિવિધ સેમિનારમાં હાજરી આપી રહ્યા છે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 'ઈલેક્ટ્રિક મોબિલિટી 'ધ ફ્યુચર' વિષય પર સેમિનારને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું હતું.

અમારું લક્ષ્ય નંબર વન બનવાનું છે-
ગડકરીએ કહ્યું કે જે રોકાણકારોએ મારા પર વિશ્વાસ રાખીને  ઈ-વ્હીકલમાં રોકાણ કર્યું છે એ આજે નફો કમાઈ રહ્યાં છે. હવે તેને મોટા પાયા પર વિકસાવી રહ્યાં છે અને ઇ-વ્હીકલની રાહ જોવાઇ રહી છે. ટુ-વ્હીલર સ્ટાર્ટ અપ અને વિદેશમાં નિકાસ શરૂ થઈ ગઈ છે. હાલમાં આ ઉદ્યોગ રૂ. 12.5 લાખ કરોડનો છે અને નિકાસ રૂ. 4 લાખ કરોડની છે. તેમજ 4 કરોડ નોકરીઓનું સર્જન થયું છે. હવે ઈ-વ્હીકલનો ટાર્ગેટ રૂ. 25 લાખ કરોડનો છે અને અમારું લક્ષ્ય વિશ્વમાં પ્રથમ બનવાનું છે. 

એર ટેક્સી હવામાં ઉડશે-
ગુજરાતમાં ઈ-વાહનો વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ગુજરાતમાં ઈ-વાહનોની સંખ્યા 1.07 લાખ છે અને છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં ઈ-વાહનોનું વેચાણ 500 ગણું વધ્યું છે. આ સાથે નીતિન ગડકરીએ કહ્યું કે ગાંધીનગરમાં એર ટેક્સીઓ ઉડતી જોવા મળશે. અમે ગિફ્ટ સિટીમાં એર ટેક્સી ચલાવવાની યોજના બનાવી રહ્યા છીએ. 

સેમિનારમાં તેમણે કહ્યું કે જો તમે ઈ-વાહનોમાં ફ્લેક્સ એન્જિન લાવશો તો ગ્રાહકોને સસ્તું પડશે અને ખેડૂતોને પણ ફાયદો થશે. ભારતીય કંપનીઓમાં ફ્લેક્સ એન્જિન બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં લિથિયમ આયન બેટરીની કિંમત ઘણી વધારે છે પરંતુ આગામી એક વર્ષમાં લિથિયમ આયર્ન બેટરીની કિંમતમાં વધુ ઘટાડો થશે. અમે હાલમાં 1200 ટન લિથિયમ આયર્નની આયાત કરીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news