રાજકોટમાં ઓલવાયું નથી, ત્યાં વડોદરામાં સળગ્યું! ભાજપની જૂથબંધી હવે વોર્ડકક્ષાએ છતી થઈ

લોકસભાની વડોદરા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશી હાલ તેમના મત વિસ્તારમાં રોજેરોજ પ્રચાક પ્રસારના કાર્યક્રમ કરી રહ્યા છે. 12મી એપ્રિલે રાત્રે તરસાલી વિજયનગર મહાકાળી મંદિર પાસે રાત્રે ગ્રુપ મીટીંગ રાખવાનું નક્કી થયું હતું.

રાજકોટમાં ઓલવાયું નથી, ત્યાં વડોદરામાં સળગ્યું! ભાજપની જૂથબંધી હવે વોર્ડકક્ષાએ છતી થઈ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની ચૂંટણીમાં ભાજપ માટે આકરા ચઢાણ દેખાઈ રહ્યા છે. એક બાજુ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે, ત્યાં વડોદરામાં હવે ભાજપની જૂથબંધી વોર્ડ કક્ષાએ જાહેર થઈ છે. જી હા... વડોદરાના તરસાલીમાં રાખેલી ગ્રુપ મીટીંગમાં કોઈ ના દેખાતા કાર્યક્રમ રદ કરવાની નોબત પડી હતી. આ સાથે જ વડોદરા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

લોકસભાની વડોદરા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશી હાલ તેમના મત વિસ્તારમાં રોજેરોજ પ્રચાક પ્રસારના કાર્યક્રમ કરી રહ્યા છે. 12મી એપ્રિલે રાત્રે તરસાલી વિજયનગર મહાકાળી મંદિર પાસે રાત્રે ગ્રુપ મીટીંગ રાખવાનું નક્કી થયું હતું. જેને લઈને વોર્ડ કક્ષાએ તમામ તૈયારી કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યક્રમમાં કોઈ કાર્યકર્તા કે લોકો ના દેખાતા તાત્કાલિક ગ્રુપ મીટીંગ કેન્સલ કરવી પડી હતી. પાછળથી એવું જાણવા મળ્યું હતું કે વોર્ડ કક્ષાના કાર્યકર્તાઓમાં ચાલતી જૂથબંધી જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા બેઠક પર ભાજપે સાંસદ રંજનબેન ભટ્ટને બદલીને ડો. હેમાંગ જોશીને ટિકિટ આપી હતી. રંજનબેન ભટ્ટનો વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી હતી. માત્ર 33 વર્ષની વયે લોકસભાની દાવેદારી મળતા ડો. હેમાંગ જોષીના નામથી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. તો વિરોધ પણ થઈ રહ્યો છે. સિનિયર નેતાઓ અને જુના કાર્યકર્તાઓને પડતા મૂકી ત્રણેક વર્ષથી ભાજપમાં જોડાયેલા ડો. હેમાંગ જોશીની સંગઠનના ગણ્યા ગાંઠ્યા કેટલાક વ્યક્તિઓના ઈશારે પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news