રવિવારથી ખેડૂતોને ખેતી માટે મળશે નર્મદાનું પાણી, રાજ્ય સરકારે કરી જાહેરાત

વાવેતરની સીઝન શરૂ થાય તે પહેલા સરકારે ટેકાના ભાવ પણ જાહેર કર્યાં છે. પશુઓને પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તથા હાઈડ્રો પાવર દ્વારા નર્મદા પર વીજ ઉત્પાદન પણ થશે. 

રવિવારથી ખેડૂતોને ખેતી માટે મળશે નર્મદાનું પાણી, રાજ્ય સરકારે કરી જાહેરાત

ગાંધીનગરઃ ચોમાસુ નજીક આવી રહ્યું છે, ત્યારે ખેડૂતોની વાવણીની સીઝન શરૂ થવાની છે. ગુજરાતમાં દર વર્ષે ખેડૂતો નર્મદા નદીના પાણીથી વિવિધ પાકોનું ઉત્પાદન કરે છે. હવે રાજ્ય સરકારે આગામી રવિવારથી ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. તેમણે કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે નર્મદામાં પાણીનો સંગ્રહ સારો છે. હાલ 123.61 મીટરની ઉંચાઇ સુધી પાણીનો સંગ્રહ થયો છે. નાયબ મુખ્યપ્રધાને કહ્યુ કે, ગુજરાતમાં 4 કરોડ લોકોને નર્મદાનું પાણી આપવામાં આવે છે. અત્યારે લાખો પશુઓ માટે પણ પાણી આપવામાં આવી રહ્યું છે. 

નર્મદાના કમાન્ડ વિસ્તારમાં 14 લાખ હેક્ટર કરતાં વિસ્તારોમાં ખેડૂતો વાવેતર કરે છે, તેમને પણ પાણીનો લાભ આપવામાં આવશે. સુજલામ સુફલામ અને સૌની યોજના તથા ફતેવાડી કેનાલ દ્વારા અમદાવાદ, ખેડા અને આણંદના ખેડૂતોને પાણી આપવામાં આવશે. નીતિન પટેલે કહ્યુ કે, ચોમાસુ આવવાની તૈયારી છે. ગુજરાતમાં 22થી 25 જૂન આસપાસ વરસાદ આવવાની સંભાવના છે. તેમણે કહ્યુ કે, આગામી સમયમાં મધ્યપ્રદેશમાં સોમાસુ બેસવાનું છે, તેથી નર્મદામાં પાણી વધારે મળશે. 

કોંગ્રેસ વેન્ટિલેટર પર, હજુ વધુ ધારાસભ્યો આપી શકે છે રાજીનામાઃ નીતિન પટેલ  

નીતિન પટેલે કહ્યુ કે, પ્રધાનમંત્રીનું સપનું છે કે ખેડૂતોની આવક બમણી કરવી, ગુજરાતમાં આ દિશામાં કામ કરવા માટે ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં આવશે. તેમણે કહ્યુ કે, વાવેતરની સીઝન શરૂ થાય તે પહેલા સરકારે ટેકાના ભાવ પણ જાહેર કર્યાં છે. પશુઓને પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તથા હાઈડ્રો પાવર દ્વારા નર્મદા પર વીજ ઉત્પાદન પણ થશે. કચ્છમાં પણ કેનાલના કામો ચાલી રહ્યાં છે ત્યાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. 

નીતિન પટેલે કહ્યું કે, લૉકડાઉનને કારણે રાજ્યની જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. હજુ પણ ગુજરાત સરકાર તરફથી વેપારીઓ માટે એક પેકેજની જાહેરાત કરવામાં આવશે. તો નીતિન પટેલે દાવો કર્યો હતો કે, સસ્તામાં સસ્તું પેટ્રોલ-ડીઝલ ગુજરાતમાં મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news