દિવાળીની રાતે ઠેરઠેર આગના બનાવો બન્યા, ડઝનેક જેટલી જગ્યાઓએ આગથી લાખોનુ નુકસાન

Fire On Diwali Night : દિવાળી રાતે ગુજરાતમાં ઠેરઠેર ફટાકડા ફોડાયા હતા... જેને કારણે અનેક ફેક્ટરી, ગોડાઉન, ગૌશાળામા આગના બનાવો બન્યા.... ભાવનગરમા એક ઘરમાં આગ લાગી હતી 

દિવાળીની રાતે ઠેરઠેર આગના બનાવો બન્યા, ડઝનેક જેટલી જગ્યાઓએ આગથી લાખોનુ નુકસાન

Diwali 2023 : આ દિવાળીની રાતે લોકોએ મનભરીને ફટાકડા ફોડ્યા હતા. વહેલી સવાર સુધી ફટાકડાનો અવાજ આકાશમાં ગુંજતો રહ્યો હતો. પરંતુ કોઈની મજા કોઈ બીજા માટે સજા બની રહી હતી. દિવાળીની રાતે ફટાકડાને કારણે ગુજરાતમાં ઠેરઠેર આગના બનાવો બન્યા હતા. લગભગ ડઝનેક જગ્યાઓ પર આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની ટીમો મોડી રાત સુધી દોડતી રહી હતી. ક્યાં ક્યાં આગના બનાવો બન્યા હતા તે જોઈએ.

કામરેજમાં ખેતરમા આગ
સુરતના કામરેજના ખોલવડ ગામની સીમમાં ખેતરમાં ફટાકડાને કારણે આગ લાગી હતી. ફટાકડાના કારણે શેરડીના ખેતરમાં ભયાનક આગની ઘટના ઘટી હતી. વિકરાળ આગના કારણે શેરડીનો મુખ્ય પાક સળગી ઉઠ્યો હતો. ફાયર ફાયટરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુ લેવાના પ્રયાસો કરાયા હતા. 

નવસારીમાં જીઆઈડીસીમાં આગ
નવસારી શહેરમાં દિવાળીના દિવસે એક જ દિવસમાં બે આગની ઘટના બની હતી. નવસારી શહેરમાં કબીલપોર જીઆઇડીસીમાં સિરામિકના ગોડાઉનમાં આગ લાગી હતી. ફટાકડાનો તણખો ઉડતા ગોડાઉનમાં લાગી આગ હોવાનું કારણ સામે આવ્યું છે. જેથી ગોડાઉનમાં મુકેલ તમામ વસ્તુ બળીને ખાખ થયો હતો. અંદાજિત પાંચ થી સાત લાખ રૂપિયાનું નુકસાન થયા હોવાની સંભાવના છે. ફાયરની એક ગાડીએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તો બીજી આગ, શહેરના બંદર રોડ પર ભંગારના ગોડાઉનમાં લાગી હતી. જોત જોતામાં આજે વિકરાળ રૂપ ધારણ કરતા નવસારી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફટાકડાના તણખાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગવાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. ગોડાઉનમાં મુકેલ લાખો રૂપિયાનો ભંગારનો સામાન બળીને રાખ થયો હતો. 

હળવદમા ગૌશાળામાં આગ
મોરબીના હળવદ શહેરમાં ગૌશાળામાં આગ લાગી હતી. હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં ગૌશાળામાં આગ ફાટી નીકળી હતી. ફટાકડાના તણખાના કારણે ગાયો માટેની નિરણના જથ્થામાં આગ લાગી હતી. ગૌશાળા ની 70 જેટલી ગાયો માટે રાખવામાં આવેલ નીરણનો જથ્થો બળીને ખાખ થયો હતો. હળવદમાં કિન્નરો દ્વારા ચલાવવામાં આવતી ગૌશાળામાં ફટાકડાના લીધે આગથી ભારે નુકસાન થયું. 

કોટન વેસ્ટની ફેક્ટરીમાં આગ
રાજકોટના મેટોડામાં કોટન વેસ્ટ નામની ફેક્ટરીમાં લાગી હતી. જેથી ફેક્ટરીમાં પડેલો સામાન બળીને ખાખ થયો હતો. આગે વિતરણ સ્વરૂપ ધારણ કરતા લાખો રૂપિયાનો સામાન બળીને ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કર્યા હતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી. સતત પાણીનો મારો ચલાવીને આંખ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાયા હતા. 

કચ્છની ગૌશાળામા આગ
કચ્છના રાપરનાં ગાગોદરમાં પોલીસ સ્ટેશનને અડીને આવેલ ગૌશાળામાં આગ લાગી હતી. ગૌશાળામાં મૂકાયેલ ઘાસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે, ક્યાં કારણોસર આગ લાગી એ જાણી શકાયું નથી. દિવાળીના ફોડતા ફટાકડા પડ્યા હોવાનું અનુમાન છે. 

અમદાવાદમાં આગ
અમદાવાદ ન્યૂ વાસણા સ્વામીનરાયણ પાર્ક ૩ની પાછળ ખુલ્લા પ્લોટમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું છે. ફટાકડાના કારણે આગ લાગી હતી. 

સુરતમાં સરસ્વતી સ્કૂલમાં આગ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલ & કોલેજમાં આગનો બનાવ બન્યો હતો. સળગતું રોકેટ સ્કૂલ આવીને પડતા આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગ કાબુમાં લીધી હતી. સ્કૂલ બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. લાખોનું ફર્નિચર અને અગત્યના કાગળો બળીન ખાખ થયો છે.

ભાવનગરમાં ઘરમાં આગ
ભાવનગરના રંઘોળાના દેવળીયા ગામે ફટાકડાના કારણે એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આજુબાજુના મકાનો પણ આગની લપેટમાં
આવ્યા હતા. જેથી ફાયર ઘટના સ્થળે પહોચી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news