Rajkot : માર્કેટમાં કેરીની પેટીઓના ઘાસમાં તણખલું પડતા આગ લાગી, હજારોનો સામાન બળી ગયો

કેરીની મોસમ ચાલી રહી છે, ત્યાં રાજકોટના નવાગામ નજીક આવેલ મેંગો માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કેરીની પેટીઓમાં ઘાસમાં તણખલું પડતા આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડે આગ પર 1 કલાક પાણી મારો ચલાવી તેના પર કાબૂ મેળવ્યો હતો.
Rajkot : માર્કેટમાં કેરીની પેટીઓના ઘાસમાં તણખલું પડતા આગ લાગી, હજારોનો સામાન બળી ગયો

ગૌરવ દવે/રાજકોટ :કેરીની મોસમ ચાલી રહી છે, ત્યાં રાજકોટના નવાગામ નજીક આવેલ મેંગો માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કેરીની પેટીઓમાં ઘાસમાં તણખલું પડતા આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડે આગ પર 1 કલાક પાણી મારો ચલાવી તેના પર કાબૂ મેળવ્યો હતો.

હાલ કેરીની સીઝન હોવાથી માર્કેટમાં મોટાપાયે કેરીનો જથ્થો આવી રહ્યો છે. તો બીજી તરફ, લોકો પણ ખરીદવા આવી રહ્યાં છે. આજે સવારે રાજકોટની મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આગથી બચવા માટે વેપારીઓ સામાન મૂકીને દોડ્યા હતા. આગને પગલે ફાયર વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી. 

ફાયર વિભાગની એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે, આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ વેપારીઓનો મોટાભાગના સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ માર્કેટમાં વધુ પ્રસરે એ પહેલાં કાબૂમાં આવી જતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news