તસવીરમાં દેખાતા આ યુવકે ભાભીની બહેન સાથે એકલતામાં ન કરવાનું કર્યું

અમદાવાદ (Ahmedabad) શહેરના વાડજ વિસ્તારમાં પાણી પીવડાવું પરણીતાને મોંઘુ પડ્યું હતું. શહેરના વાડજ વિસ્તારમાં પાણી પીવડાવાનું કહીને એક યુવકે ભાભીની બહેન સાથે છેડતી (Sexual harrassment) કરી હતી. આખરે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 
તસવીરમાં દેખાતા આ યુવકે ભાભીની બહેન સાથે એકલતામાં ન કરવાનું કર્યું

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) શહેરના વાડજ વિસ્તારમાં પાણી પીવડાવું પરણીતાને મોંઘુ પડ્યું હતું. શહેરના વાડજ વિસ્તારમાં પાણી પીવડાવાનું કહીને એક યુવકે ભાભીની બહેન સાથે છેડતી (Sexual harrassment) કરી હતી. આખરે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, એક ઝાટકામાં થઈ ગયું આટલું સસ્તું...

શહેરના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધને લાંછન લાગે એવું કૃત્ય આરોપીએ કર્યું છે. જ્યાં આરોપીએ ભાભીની બહેન સાથે ન કરવાનું કૃત્ય કરી નાખ્યું હતું. જેના બાદ તે ફરાર થઈ ગયો હતો. શહેરના વાડજ વિસ્તારમાં પરણિતા રહે છે અને તેનો પતિ ખાનગી નોકરી કરે છે પરણિતાના માસીની દીકરી તેના પતિ અને દિયર સાથે રાણીપ વિસ્તારમાં રહે છે. ફરિયાદીની બહેન (માસીની દીકરી) અને તેનો દિયર અવાર-નવાર તેને મળવા માટે તેના ઘરે આવતા હતા. મંગળવારે આરોપીનો ફરિયાદી ઉપર ફોન આવ્યો હતો કે, તે અને તેની ભાભી તેને મળવા માટે આવે છે. ફરિયાદીએ હા પાડતા આરોપી ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. જોકે ઘરે પહોંચેલ આરોપીનો ઈરાદો જ કંઈક અલગ હતો અને ઈરાદાપૂર્વક પોતાની ઈચ્છાપૂવર્ક આગળ વધ્યો હતો. 

જોકે, પરણિતા સાથે થયેલ વાત વિરુદ્ધ આરોપી તેની ભાભી સાથે નહિ, પરંતુ એકલો જ ઘરે આવ્યો હતો. ફરિયાદી પરણિતાએ આ અંગે પૂછતા આરોપીએ કહ્યું કે, પહેલા તમે પાણી આપો, પછી હું કારણ કહું છું. પરણિતા પાણી લેવા અંદર ગઈ ત્યારે આરોપીએ પાછળથી તેની કમર પકડી લીધી હતી. ફરિયાદીએ છૂટવાનો પ્રયાસ કરતા આરોપીએ તેને બંને હાથ વડે પકડી લીધી હતી અને છાતીના ભાગે હાથ નાખીને તેનો કૂર્તો ફાડી નાખ્યો હતો. જે બાદમાં ફરિયાદીએ પોતાના બચાવમાં બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. આ સમયે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. 

બાદમાં યુવતીએ ફોન કરીને તેના પતિ તેમજ અન્ય લોકોને બોલાવ્યા હતાં. પરણિતાના પતિ, માતા અને બહેન આવી જતાં સમગ્ર મામલે આરોપીના ફૂવાને જાણ કરવામાં આવી હતી. આ મામલે સાબરમતી વિસ્તારમાં ચેનપુર પેટ્રોલપંપ પાસે આરોપીને બોલાવી સમાધાનની વાત ચાલી રહી હતી. આ સમયે આરોપીએ તેના અન્ય મિત્રો અને ફૂવાએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news