ગુજરાત કોંગ્રેસના નેતા અયોધ્યા મંદિરને લઈને સોશિયલ મીડિયામાં એવું તે શું કર્યું કે પોલીસ પકડવા દોડી!

Ayodhya Ram Mandir Pujari: શું આમને અયોધ્યા રામ મંદિરમાં પૂજારી બનાવી રહયા છે? બસ આ લખાણ અને ફોટો સોશિયલ મડિયામાં આગ ભડકી હતી. આ ફોટો પોસ્ટ કરતાની સાથે જ અમુક મિનિટોમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

ગુજરાત કોંગ્રેસના નેતા અયોધ્યા મંદિરને લઈને સોશિયલ મીડિયામાં એવું તે શું કર્યું કે પોલીસ પકડવા દોડી!

Ayodhya News, ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નેતા અયોધ્યા મંદિરમાં પુજારીને લઈને કરવામાં આવેલી એક પોસ્ટના કારણે બરાબરના ભરાયા છે. અયોધ્યાના રામ મંદિરના પૂજારીને ટાંકીને બીભત્સ ફોટો વાયરલ કરનાર કોંગ્રેસના નેતાની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકરી લીધી છે. 

શું આમને અયોધ્યા રામ મંદિરમાં પૂજારી બનાવી રહ્યા છો?
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલ શખ્સનું નામ હિતેન્દ્ર પીઠડીયા છે અને જેમની ઓળખ એક રાજકીય નેતા એટલે કે હિતેન્દ્ર પીઠડીયા છે. કોંગ્રેસ પક્ષમાં શિડ્યુલ કાસ્ટ પ્રદેશ પ્રમુખ છે અને આજે જેમને પોતાની પાર્ટી ઓફિસની જગ્યાએ જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. જેનું કારણ છે કે તેમને ગઈ કાલે (સોમવાર) પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. જે પોસ્ટમાં અલગ અલગ બે ફોટો હતા. જેમાં એક મહિલા બીભત્સ રીતે એક સંત સાથે જોવા મળે છે અને ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમને લખ્યું હતું કે શું આમને અયોધ્યા રામ મંદિરમાં પૂજારી બનાવી રહયા છે? બસ આ લખાણ અને ફોટો સોશિયલ મડિયામાં આગ ભડકી હતી. આ ફોટો પોસ્ટ કરતાની સાથે જ અમુક મિનિટોમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. જેને લઇને અમદાવાદના એક જાગૃત નાગરિકે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફોટો અન્ય કોઈ વ્યક્તિએ મોકલ્યા હતા
સાયબર ક્રાઇમ બ્રાંચે આ ફરિયાદના આધારે કોંગ્રેસ પક્ષના નેતા હિતેન્દ્ર પીઠડીયાને સાયબર ક્રાઇમ બ્રાંચ ખાતે નિવેદન માટે બોલાવ્યા હતા. હિતેન્દ્ર પીઠડીયા વિરુદ્ધ પુરાવા મળી આવતા સાયબર ક્રાઇમ બ્રાંચે મંગળવારે બપોર બાદ ધરપકડ કરી લીધી હતી અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ ફોટો તેમને અન્ય કોઈ વ્યક્તિએ મોકલ્યા હતા અને ખરાઈ કર્યા વગર જ પોતાના ફેસબુકમાં તેમને પોસ્ટ કરી નાખીને શું આમને અયોધ્યા રામ મંદિરમાં પૂજારી બનાવી રહયા છે? નું લખાણ લખી નાખ્યું હતું. આરોપી હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ બાદ સાયબર ક્રાઇમ બ્રાંચે આ ફોટો હિતેન્દ્ર પીઠડીયાને જેણે મોકલ્યા છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે. 

ફોટો કોઈ પોર્ન સાઈટ પરથી લેવામાં આવ્યા હતા
સાયબર ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ફોટો કોઈ પોર્ન સાઈટ પરથી લેવામાં આવ્યા હતા અને જેને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યા હતા, ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચે આ ફોટો બાબતે વધુ તપાસ શરૂ કરી છે કે આ ફોટો કોણે કોણે વાયરલ કર્યા છે અને અપીલ પણ કરી છે કે આ ફૂટ ફેક છે, જેથી કોઈ વાયરલ કે પોસ્ટ ના કરે અને જો કોઈ કરશે તો તેમના પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news