ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે...! નૌકાબેનના નિવેદન બાદ ગેનીબેનનો વળતો પ્રહાર

Loksabha Eelection 2024: દાંતા ખાતે ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરને લઘુમતી સમાજે ફુલહારને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ સભામાં ગેનીબેને ખાસ કરીને ભણતર ઉપર ભાર મુક્તા ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. શિક્ષણનું મહત્તમ ખાનગી કરણ કરાઈ દેવાના આક્ષેપ કર્યા હતા.

ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે...! નૌકાબેનના નિવેદન બાદ ગેનીબેનનો વળતો પ્રહાર

Loksabha Eelection 2024: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો ગામડાઓ ભારે ઝડપભેર ખૂંદી રહ્યા છે. બનાસકાંઠા સીટ માટે લોકસભા ના ઉમેદવાર બળબળતા તાપમાં પણ દાંતા તાલુકામાં લોકસંપર્ક કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આજે દાંતાના પુંજપુર ગામે મહત્તમ કહી શકાય તેવી લઘુમતી સમાજના લોકો સાથે બેઠક યોજી હતી. જે રીતે કોંગ્રેસના ધારાસભ્યને ત્રણ ત્રણ વખત ચૂંટ્યા છે તેથી પણ વધુ લીડથી પોતાને જીતાડવા આહવાન કર્યું હતું. 

દાંતા ખાતે ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરને લઘુમતી સમાજે ફુલહારને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ સભામાં ગેનીબેને ખાસ કરીને ભણતર ઉપર ભાર મુક્તા ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. શિક્ષણનું મહત્તમ ખાનગી કરણ કરાઈ દેવાના આક્ષેપ કર્યા હતા.

ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેને ભાભરની એક સભામાં કોંગ્રેસ ગેનીબેનને મમતા બેનર્જી સાથે સરખાવ્યા હતા. તેને લઇ ગેની બેને પુંજપુર ખાતે નૌકાબેન ઉપર વળતો પ્રહાર કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વિવિધ ગામોમાં મહિલા ઉપર યૌન શોષણની ઘટના બની તે બાબતે શું કામગીરી કરી તે બાબત મીડિયા સામે કહેવાની જરૂર હતી. ગેનીબેનને નૌકાબેનના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને લઇને ભાજપના પ્રદેશ મંત્રી નોકાબેન પ્રજાપતિએ મોટું નિવેદન આપ્યું હતું, નોકાબેન પ્રજાપતિએ ગેનીબેનની સરખામણી મમતા બેનર્જી સાથે કરી હતી. આ પછી હાલમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news