માનવતાનું ઉત્તમ ઉદાહરણ; પોલીસે ગરમીથી ત્રસ્ત વાહનચાલકો અને રાહદારીઓને ઉભા રાખી ઠંડા કર્યા!

રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં હાલ 42થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે જ્યારે બોટાદ જિલ્લામાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન છે ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી કરતા હોય છે. 

માનવતાનું ઉત્તમ ઉદાહરણ; પોલીસે ગરમીથી ત્રસ્ત વાહનચાલકો અને રાહદારીઓને ઉભા રાખી ઠંડા કર્યા!

રઘુવીર મકવાણા/બોટાદ: જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા મેંગો શરબત નું વાહન ચાલકોને પીવડાવવાનું આયોજન કર્યું. ગરમીમાં ફરજ બજાવતા જિલ્લા ટ્રાફિક પોલીસે ગરમીનો અનુભવ કરતા વાહન ચાલકોને મેંગો શરબત પીવડાવવાનો વિચાર આવ્યો. કાળઝાળ ગરમી વચ્ચે સેવાનું કામ કરતા પોલીસે આનંદ વ્યક્ત કર્યો હતો.

બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું જોવા મળ્યું. હાલ સમગ્ર રાજ્યમાં હિટવેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં હાલ 42થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે જ્યારે બોટાદ જિલ્લામાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન છે ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી કરતા હોય છે. 

જે અંતર્ગત બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ કલ્પેશ પટેલ દ્વારા આજરોજ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ચોક ખાતે મેંગો શરબતનું આયોજન કરવામાં આવેલ બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના કલ્પેશ પટેલ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ ટી..આર..બી જવાનો દ્વારા જ્યોતિગ્રામ સર્કલ પાસેથી પસાર થતાં ટુ વ્હીલર ,રીક્ષા, ટ્રેક્ટર સહિતના વાહન ચાલકો તેમજ પસાર થતાં રાહદારીઓને મેંગો શરબત પીવડાવી અને તેમને ગરમીમાંથી રાહત મળે તેવા આશ્રય સાથે મેંગો શરબત પીવડાવવાનું સુંદર આયોજન કર્યું હતું. 

આ મામલે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ કલ્પેશ પટેલને પૂછતા તેઓએ જણાવેલ કે પોલીસ તરીકે અમારી ફરજ હોય અને આ ફરજના ભાગરૂપે આ ગરમીના માહોલમાં પણ અમે કામ કરી રહ્યા છીએ ત્યારે સાચા અર્થમાં અમને ગરમીનો જે અહેસાસ થાય છે. જેના ભાગરૂપે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ગરમી થતી હોય તેને લઈ થોડા અંશે પણ તેમને રાહત થાય તેના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને મેંગો શરબત પીવડાવવાનો વિચાર આવેલ જે અંતર્ગત આજરોજ અહીંથી પસાર થતાં વાહનચાલકો ને મેંગો શરબત પીવડાવેલ છે.

પીએસઆઇ કલ્પેશ પટેલે જણાવેલ કે ગરમીના માહોલ વચ્ચે જ્યારે અમે લોકોને શરબત પીવડાવતા હતા ત્યારે ખૂબ આનંદ થતો કારણ કે આ સૌરાષ્ટ્ર કાઠીયાવાડની ભૂમિ છે કે જ્યાં લોકો પાણીના પરબ બંધાવે છે અને સદાય સેવાવ્રત ચાલતા હોય છે ત્યારે લોકો દુવા અથવા બદ દુઆ કંઈ પણ આપતા હોય છે ત્યારે લોકોની આ સેવા કરી આજે પોલીસ તરીકે અમને ખૂબ આનંદ થાય છે તેવી ખુશી પી.એસ.આઇ. કલ્પેશ પટેલે વ્યક્ત કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news