ધોરણ-10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા 

આજે ધોરણ 10 રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે

ધોરણ-10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા 

ઝી મીડિયા/બ્યૂરો :આજે ધોરણ 10 રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ gseb.org પરથી પરિણામ જોઈ શકશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંક પરથી પોતાનું પરિણામ જોઈ શકશે. માર્કશીટ અને સર્ટિફિકેટ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

ધોરણ 10 ના ખાનગી, રિપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. સમગ્ર રાજ્યનું 10.04 ટકા પરિણામ જાહેર થયું છે. કોરોના કાળ દરમિયાન લેવાયેલી પરીક્ષામાં 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 3,26,505 વિદ્યાર્થીઓમાંથી 2,98,817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 

રાજ્યમાં ધોરણ 10ના ખાનગી, રિપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું 10.4 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ 30 હજાર 012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 3 લાખ 26 હજાર 505 વિદ્યાર્થીઓમાંથી 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો પૃથ્થક ઉમેદવારોની સંખ્યા 52 હજાર 026 હતી, જેમાંથી 46 હજાર 166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીનીઓનું પરિણામ 12.75 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 8.77 ટકા જાહેર થયું છે. તો આ પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news