ભાજપનો નવો ટોર્ગેટ 'ઓપરેશન ફોર્મ'! કુંભાણી બાદ શું જેની ઠુમ્મરનું ફોર્મ રદ થશે? 5થી વધારે બેઠકો પર વાંધા

Loksabha Election 2024: ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ અમરેલી કલેકટર કચેરીમાં પહોંચી હતી. તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ કલેક્ટર કચેરી પહોચ્યા હતા. એક કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત છે, ત્યારે આવતીકાલે 10 વાગ્યે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે.

ભાજપનો નવો ટોર્ગેટ 'ઓપરેશન ફોર્મ'! કુંભાણી બાદ શું જેની ઠુમ્મરનું ફોર્મ રદ થશે? 5થી વધારે બેઠકો પર વાંધા

Loksabha Election 2024: ગુજરાતમાં પાંચથી વધારે બેઠકો પર ઉમેદવારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. સુરત, અમરેલી, રાજકોટ, ખેડા અને વડોદરામાં ઉમેદવારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. સુરતમાં નીલેશ કુંભાણીના ટેકેદારોની સહી ખોટી હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. હવે કોંગ્રેસના વધુ ઉમેદવારના ફોર્મમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અમરેલી કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી પણ દાવ પર હોવાના સમાચાર મળી રહ્યા છે. 

જેની ઠુમ્મરના ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો
કોંગ્રેસની હાલત હાલ ખરાબ જણાઈ રહી છે. ભાજપ દ્વારા જેની ઠુમ્મરના ફોર્મ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સુરતમાં નિલેશ કુંભાણી બાદ અમરેલી કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી પણ દાવ પર હોવાના સમાચાર મળી રહ્યા છે. જેની ઠુમ્મરના ભવિષ્ય પર આવતી કાલે ફેંસલો થશે. જેની ઠુમ્મરે ઉમેદવારી ફોર્મમાં મિલકત છૂપાવી હોવાનો આક્ષેપ લાગ્યો છે.ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી છે. હવે આ કેસમાં પણ આવતી કાલે ચૂંટણી અધિકારી બંનેની ફરી દલીલો સાંભળશે. આ વિવાદ પર વિરજી ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

આવતીકાલે દસ વાગ્યે ફરી ચુંટણી અધિકારી બન્ને પાર્ટીને સાંભળશે!
અમરેલી લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમમરના ઉમેદવારી પત્રનો મામલો ગુંચવાયો છે. જેની ઠુમમરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેની ઠુમ્મર દ્વારા પોતાની મિલ્કતનું વિવરણ છુપાવવામાં આવ્યુ હોવાનો ભાજપનો આક્ષેપ છે. બપોર બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદારો અને લીગલ ટીમને કલેકટર દ્વારા સાંભળવામાં આવ્યા. એકાદ કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત રહ્યું હતું. હવે આવતીકાલે દસ વાગ્યે ફરી ચુંટણી અધિકારી દ્વારા બન્ને પાર્ટીને સાંભળવામાં આવશે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નીલેષ કુંભાણી બાદ અમરેલીના જેની ઠુમમરના ફોર્મને લઈને વિવાદ સર્જાયો છે.

કોંગ્રેસના પાંચથી વધારે બેઠકો પર ઉમેદવારો સામે વાંધા
ભાવનગરમાં AAP ઉમેદવાર ઉમેશ મકવાણાની એફિડેવિટ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એફિડેવિટમાં વિસંગતતા હોવાનો ભાજપે વાંધો ઉઠાવ્યો છે. તો ખેડામાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. દેવુસિંહ ચૌહાણે સાંસદ સુવિધા કેન્દ્રનું ભાડું ન ચૂકવ્યુ હોવાનો કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. દેવુસિંહ સરકારી લેણાંની વિગતો ન આપી હોવાના મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સામે સંપત્તિ મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. 

ધર્મેન્દ્રસિંહે ફોર્મમાં મહેસૂલ ખર્ચનો ઉલ્લેખ કર્યો નથી
ગેનીબેન ઠાકોર સામે રેખાબેન ખાણેચાએ સંપત્તિના મુદ્દે આરોપો લગાવ્યા છે. તો વડોદરાની વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે વાંધો ઉઠાવ્યો છે. ધર્મેન્દ્રસિંહે 4 વાહનોનાં PUC ન લીધાં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમણે પોતાનાં વાહનના વીમા ન ભર્યા હોવાનો પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભાજપના ધર્મેન્દ્રસિંહે મહેસૂલી રકમ ન ભરી હોવાનો પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહે ફોર્મમાં મહેસૂલ ખર્ચનો ઉલ્લેખ કર્યો નથી.

ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા રજૂઆત
રૂપાલા સામે લડી રહેલા રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરાઈ છે. પરેશ ધાનાણી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરાઈ છે. પરેશ ધાનાણીએ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news