BIG BREAKING: આવતીકાલે નહીં મળે મોહરમની રજા, શાળા ચાલુ રાખવા જાહેર કરાયો પરિપત્ર

કેન્દ્ર સરકારે 24 જુલાઈનાં રોજ પરિપત્ર કરી શાળાઓ 29 જુલાઈએ ચાલુ રાખવા જાણ કરી હતી, જો કે શિક્ષણ વિભાગ તરફથી 28 જુલાઈએ પરિપત્ર જાહેર કરાયો છે. 

BIG BREAKING: આવતીકાલે નહીં મળે મોહરમની રજા, શાળા ચાલુ રાખવા જાહેર કરાયો પરિપત્ર

ઝી બ્યુરો/ગાંધીનગર: આવતીકાલે શાળાઓમાં મોહરમની રજા જાહેર કરાઈ ચુકી છે ત્યારે બીજીતરફ શાળા ચાલુ રાખવા એક પરિપત્ર જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારે 24 જુલાઈનાં રોજ પરિપત્ર કરી શાળાઓ 29 જુલાઈએ ચાલુ રાખવા જાણ કરી હતી, જો કે શિક્ષણ વિભાગ તરફથી 28 જુલાઈએ પરિપત્ર જાહેર કરાયો છે. 

નિયામક દ્વારા તમામ DEOઓને પત્ર લખી આવતીકાલે શાળા ચાલુ રાખવા આદેશ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનાં નોટીફિકેશન બાદ રાજ્યનાં શિક્ષણ વિભાગે આજે પરિપત્ર જાહેર કર્યો છે. નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોવાથી પીએમ મોદી 'અખિલ ભારતીય શિક્ષા સમાગમ'નું ઉદઘાટન કરશે. 

29 જુલાઈએ 9 થી 12 દરમિયાન શાળાઓ ચાલુ રાખી વિદ્યાર્થીઓ, શિક્ષકોને જીવંત પ્રસારણ નિહાળવા, ત્યારબાદ બપોરે 2 વાગે સુધી પત્રક ભરી સોફ્ટ કોપી ઇ-મેઇલ કરવા આદેશ કરાયો છે. આવતીકાલે મોહરમ હોવાથી અનેક સ્કૂલોમાં અગાઉથી જ રજા જાહેર કરાઈ ચુકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news