ગુજરાતના કચ્છમાં આવ્યો ભૂકંપ : જુલાઈમાં બીજી વખત ધરતી ધ્રૂજી, જાણો તીવ્રતા

Gujarat Earthquake: ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, ધરતીકંપની ઘટના સવારે 12:16 વાગ્યે બની હતી અને તે ખાવડા (કચ્છ)થી 35 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ કેન્દ્રિત હતું.

ગુજરાતના કચ્છમાં આવ્યો ભૂકંપ : જુલાઈમાં બીજી વખત ધરતી ધ્રૂજી, જાણો તીવ્રતા

Kutch Earthquake : ચક્રવાત બિપરજોયની તબાહીમાંથી બહાર આવી રહેલા કચ્છમાં ગુરુવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જુલાઈ મહિનામાં બીજી વખત કચ્છની જનતાને આંચકો લાગ્યો છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર, રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની કુલ તીવ્રતા 3.4 હતી. ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 3.0ની તીવ્રતાના  (Earthquake Tremors) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, ધરતીકંપની ઘટના સવારે 12:16 વાગ્યે બની હતી અને તે ખાવડા (કચ્છ)થી 35 કિમી ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ કેન્દ્રિત હતું.

બીજી વાર આવ્યો ભૂકંપ-
આ ભૂકંપ આ મહિનામાં કચ્છ પ્રદેશમાં નોંધાયેલી બીજી નોંધપાત્ર ભૂકંપ ગતિવિધી છે. 3 જુલાઈએ રાપરમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે ધરતીકંપનું કેન્દ્ર ચોબારી ગામથી થોડાક કિલોમીટર દૂર સ્થિત હતું, જે 2001માં આ પ્રદેશમાં આવેલા વિનાશક ભૂકંપનું કેન્દ્ર પણ હતું. ભૂસ્તરશાસ્ત્રીય ગતિશીલતા પર વધુ સારી માહિતી મેળવવા માટે ISR પ્રદેશમાં ધરતીકંપની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ગયા મહિને કચ્છને પણ ચક્રવાત બિપરજોયનો સામનો કરવો પડ્યો હતો.

2001માં વિનાશ સર્જાયો હતો-
2001માં કચ્છને વિનાશક ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટનામાં કચ્છ જિલ્લામાં મોટું નુકસાન થયું છે. ગુજરાતને આમાંથી બહાર આવતાં ઘણાં વર્ષો લાગ્યાં. જો કે ત્યારપછી કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. 2001ના ભૂકંપના પુનર્વસન બાદ ગુજરાત સરકારે કચ્છના ભુજમાં એક મ્યુઝિયમ બનાવ્યું છે, જે ભૂકંપ પીડિતોની યાદમાં બનાવવામાં આવ્યું છે. ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોના નામ પણ અહીં નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં એક નિર્જન ટેકરી પર મિયાવાકી ફોરેસ્ટ પણ વિકસાવવામાં આવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news