ભરતસિંહ સોલંકીની ડિનર ડિપ્લોમસી શું ગુજરાતનો કિલ્લો ફતેહ કરશે? કાર્યક્રમ સ્થળે બેનરોથી સૌ કોઈ ચકિત!

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પૂર્વ પ્રમુખની ડિનર ડિપ્લોમસી મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ સ્થળે ભરતસિંહના મોટા બેનરો લગાવવામાં આવ્યા છે. 

ભરતસિંહ સોલંકીની ડિનર ડિપ્લોમસી શું ગુજરાતનો કિલ્લો ફતેહ કરશે? કાર્યક્રમ સ્થળે બેનરોથી સૌ કોઈ ચકિત!

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી આવનાર છે, ત્યારે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ડિનર ડિપ્લોમસીની એક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભરતસિંહ સોલંકીએ ભોજન માટે આમંત્રિત કર્યા હોવાની માહિતી મળી છે. બેબીલોન કલબ ખાતે ધારાસભ્યો સાથે ભોજનના કાર્યક્રમમાં અનેક ધારાસભ્યો પહોંચ્યા છે.

દર વર્ષે ભરતસિંહ સોલંકી વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભોજન માટે આમંત્રિત કરે છે. હાલ બેબીલોન ક્લબ ખાતે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યોની આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પૂર્વ પ્રમુખની ડિનર ડિપ્લોમસી મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ સ્થળે ભરતસિંહના મોટા બેનરો લગાવવામાં આવ્યા છે. બેબીલોન ક્લબમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ડિનર ડિપ્લોમસી કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકી પહોંચ્યા છે.

એટલું જ નહીં, આ કાર્યક્રમમાં લાખા ભરવાડ, ચંદ્રિકા બારૈયા, વજેસિંહ, રઘુભાઈ દેસાઈ, હાર્દિક પટેલ હાજર, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહિલ, કાળુભાઈ ડાભી, પુંજા વંશ, નિરંજન પટેલ, રાજેન્દ્રસિંહ ચાવડા, સુનિલ ગામીત હાજર, પરેશ ધાનાણી, રઘુ દેસાઈ, કિરીટ પટેલ, ગેનીબેન ઠાકોર, ભીખા જોશી, બાબુ વાજા, કાંતિ સોઢા પરમાર ઉપસ્થિત રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ડિનર ડિપ્લોમસીમાં માત્ર ભરતસિંહના ફોટો સાથે 'આવો સૌ સંકલ્પ કરીએ... બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ' ના મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પણ પોતાના દાવપેંચ લગાવી રહી છે. આગામી ગુજરાતનું રણ જીતવા માટે તૈયારી કરી રહી છે. અગાઉ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટ જીતશે. આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં અમે સુરતથી શરૂઆત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news