અમદાવાદના આ દ્રશ્યો હચમચાવી દેશે : કારચાલકે પે એન્ડ પાર્કના કર્મચારીને 300 મીટર સુધી ઢસડ્યો

Trending News : અમદાવાદના બાપુનગરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કારચાલકે પાર્કિંગના કર્મીનો હાથ ગાડીમાં ખેંચી 300 મીટર સુધી ઢસેડ્યો... ફરિયાદ દાખલ કરાઈ
 

અમદાવાદના આ દ્રશ્યો હચમચાવી દેશે : કારચાલકે પે એન્ડ પાર્કના કર્મચારીને 300 મીટર સુધી ઢસડ્યો

Ahmedabad Viral Video : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાર ચાલકની દાદાગીરીનો વીડિયો તમારા રુંવાડા ઉભા કરી દેશે. એક પે એન્ડ પાર્કના કર્મચારીને એક કાર ચાલકે 300 મીટર સુધી ઢસડ્યો હતો. કાર ચાલક પાસે પાર્કિગમાં રૂપિયા માંગતા આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના બાપુનગર સમજુબા ચાર રસ્તા પાસેનો બનાવ હોવાનું કહેવાય છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

હાલ અમદાવાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં GJ01 KM 8738 ની કાર દેખાઈ રહી છે. જેમાં એક વ્યક્તિ બહારની બાજુ અધૂકડો લટકેલો દેખાઈ રહ્યો છે. તે બારીથી અડધો નીચે લટકેલો છે, પરંતુ કાર રસ્તા પર દોડી રહી છે. પાછળથી આવી રહેલી એક કારે આ વીડિયો ઉતાર્યો હતો. જે અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, બાપુનગર દિનેશ ચેમ્બર નજીક પે એન્ડ પાર્કિંગ પર એક કાર ચાલકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે, GJ01 KM 8738 નંબરના કાર ચાલકે ચાર કલાક માટે ગાડી પાર્કિગમાં મુકી હતી. પંરતુ પાર્કિંગના કર્મચારીએ ચાલક પાસેથી બાકીના 60 રૂપિયા ચાર્જ માંગ્યો હતો. પરંતુ તેણે રૂપિયા આપવાની ઘસીને ના પાડી હતી. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 15, 2024

 

આ બાદ કાર ચાલક ગાડી લઈને ફરાર થયો હતો, જેમાં ફરિયાદી કર્મચારીનો હાથ તેણે ગાડીમાં ખેંચી લીધો હતો. ફરિયાદીનો હાથ કારમાં ખેંચીને તેના કાર સાથે 300 મીટર જેટલો ઢસડ્યો હતો. 

રસ્તા પર જોવા મળેલું આ દ્રશ્ય સૌ કોઈ માટે ચોંકાવનારું હતું. લોકોએ બૂમાબૂમ પણ કરી હતી, છતા કારચાલક કર્મચારીને લઈને કાર દોડાવી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news