વિશ્વકપ ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં મેટ્રો, AMTS અને BRTSની વિશેષ વ્યવસ્થા; ક્રિકેટ પ્રેમીઓને રાત્રે બખ્ખાં!

આગામી 19 નવેમ્બરની ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈને મેટ્રો ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચના દિવસે મેટ્રો સેવા સવારે 6.20 થી રાતના 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

વિશ્વકપ ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં મેટ્રો, AMTS અને BRTSની વિશેષ વ્યવસ્થા; ક્રિકેટ પ્રેમીઓને રાત્રે બખ્ખાં!

ઝી બ્યુરો/ગાંધીનગર: અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલને પગલે મેટ્રો દ્વારા ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય AMTS અને BRTS બસની પણ ખાસ વિશેષ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેટ્રો સવારે 6.20થી રાત્રે 1 વાગ્યા સુધી તો એએમટીએસ અને બીઆરટીએસ પણ રાત્રિના 1 વાગ્યા સુધી દોડશે.

1 વાગ્યાની આખરી ટ્રેન સુધી પ્રવેશ
આગામી 19 નવેમ્બરની ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈને મેટ્રો ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચના દિવસે મેટ્રો સેવા સવારે 6.20 થી રાતના 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જી હા...10 વાગ્યા બાદ મોટેરા અને સાબરમતી મેટ્રો સ્ટેશન અન્ય સ્ટેશનો પર ફક્ત એક્ઝિટ ગેટ જ ઓપન રહેશે. સાબરમતી અને મોટેરા મેટ્રો સ્ટેશન પર 1 વાગ્યાની આખરી ટ્રેન સુધી પ્રવેશ આપવામાં આવશે. સામાન્ય દિવસોના પ્લાસ્ટિક ટોકન કરતા મેચના દિવસે મુસાફરો માટે પેપર ટિકિટ અમલમાં મુકાશે. 

મોડી રાત સુધી ચાલશે મેટ્રો
મહત્વનું છે કે 19 નવેમ્બરે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે મેટ્રો રેલનો પણ એક રેકોર્ડ તૂટવાની પણ શક્યતા છે. કારણ કે ફાઈનલ મેચને લઈ અહીં ક્રિકેટ રસીકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડશે. વાહન લઈને આવીને પાર્કિંગને સમસ્યાને નિવારવા પણ ક્રિકેટ રસીકો મેટ્રો રેલનો ઉપયોગ કરતા હોય છે. સરકાર દ્વારા મેટ્રો રેલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી કરીને મોડા સુધી અમદાવાદીઓને ટ્રાન્સપોર્ટેશનનું સાધન મળી રહે અને તેઓ પોતાના નિશ્ચિત સ્થળ પર પહોંચી શકે.

મેટ્રો સવારે 6.20 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી દર 12 મિનિટ ચાલતી મેટ્રો ટ્રેનનો સમય મેચ દરમિયાન રાત્રે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જેથી ક્રિકેટ મેચ પૂર્ણ થયા બાદ ક્રિકેટ પ્રેમીઓ મેટ્રો ટ્રેનમાં બેસીને પોતાના ઘરે પહોંચી શકે. 19 નવેમ્બરે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે પણ સરકાર અને મેટ્રો રેલ દ્વારા આ જ અભિગમ અપનાવવામાં આવ્યો છે કે જેમાં મેટ્રો રેલ સવારે 6.20 થી શરૂ કરીને રાત્રે 1:00 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. જેથી મેચ જોવા આવનારા ક્રિકેટ પ્રેમીઓને હાલાકી ના પડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news