મર્યા પછી પણ શાંતિ નહીં! અગ્નિદાહ આપવા બે બે વાર ચિત્તાઓ પર શબને મૂકવું પડ્યું

ખોખરા વોર્ડમાં જયજીત ફલેટમાં રહેતા એક પરિવારમાં જયશ્રી બેન નારણદાસ હરચંદાણી નામની 47 વર્ષની મહિલાના મોત બાદ પરિવારજનોને તેના શબના અંતિમવિધી માટે પથમ CNGની ભઠ્ઠીમાં શબને ટોલી મારફતે ચીમનીમાં મોકલ્યા બાદ દોઢ કલાક સુધી તેને અગ્નિદાહ આપી શકાયો નહોતો..

મર્યા પછી પણ શાંતિ નહીં! અગ્નિદાહ આપવા બે બે વાર ચિત્તાઓ પર શબને મૂકવું પડ્યું

ઝી બ્યુરો/અમદાવાદ: અમુક માણસોના ભાગ્યમાં મર્યા પછી પણ શાંતિ હોતી નથી. તેમણે મૃત્યું પછી પણ આમતેમ ભટકવું પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના ખોખરા વોર્ડમાં જયજીત ફલેટમાં રહેતા પરિવારની એક મહિલાનું આકસ્મિક મોત બાદ તેને અગ્નિદાહ આપવા માટે બે બે વાર ચિત્તાઓ પર તેના શબને મૂકવું પડ્યું હતું.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ખોખરા વોર્ડમાં જયજીત ફલેટમાં રહેતા એક પરિવારમાં જયશ્રી બેન નારણદાસ હરચંદાણી નામની 47 વર્ષની મહિલાના મોત બાદ પરિવારજનોને તેના શબના અંતિમવિધી માટે પથમ CNGની ભઠ્ઠીમાં શબને ટોલી મારફતે ચીમનીમાં મોકલ્યા બાદ દોઢ કલાક સુધી તેને અગ્નિદાહ આપી શકાયો નહોતો, જેણે કારણે શબને બહાર કાઢવામાં આવ્યું અને જયશ્રીબેનની બીજીવાર અંતિમવિધી કરવા તેની નનામી કાઢીને લાકડાની ચિત્તા પર લઈ જવા ડાઘુઓએ સ્મશાન યાત્રામાં બીજીવાર જોડાઈને લાકડાની ચિત્તા સુધી જવુ પડ્યું હતું.

Amc ના CNG ગેસની સ્મશાનની ભઠ્ઠી ચલાવતા કર્મચારીઓની બેદરકારીના કારણે અનેક પરિવારોને ચોમાસાના વાતાવરણમા CNG ની જગ્યાએ લીલા લાકડાની ચિત્તા પર શબના અંતિમસંસ્કાર કરવા પડી રહ્યા છે. ત્યારે ખોખરાના પરિવારે સાત સાત કલાક સુધી ગતરોજ સાંજે વરસતા વરસાદમાં ભીના લાકડાઓ પર જયશ્રી બેનના શબના અંતિમ સંસ્કાર કરવા પડયા છે.

બે દિવસથી CNG સ્મશાનની ભઠ્ઠી ચાલુ ના કરાતા ખોખરાના નગરસેવક કમલેશ પટેલે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરીને તાકીદે આ CNG ભઠ્ઠી ચાલુ કરાવવાની ભારપૂર્વક રજુઆત કરી હતી.

તદુપરાંત નગરસેવક એ જાહેરાત કરી કે જયાં સુધી CNG ભઠ્ઠી ચાલુ ના થાય ત્યાં સુધી ગરીબ પરિવારોને લાકડાની જે કોઈ રસીદ ખોખરાના શ્મસાનગૃહમા બંને તેઓને તેમના ખચે અંતિમવિધીની રકમ તેઓ ચુકવી આપશે અને તે માટે તેઓ આગળ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news