ગુજરાતના DGP માટે આ 6 IPSના નામો કેન્દ્ર સરકારને મોકલાયાં, અમદાવાદના કમિશ્નરનું ‘બેડલક’

Gujarat New DGP : રાજ્યમાં નવા મુખ્ય સચિવ અને રાજ્યના નવા પોલીસવાળા 31 મી જાન્યુઆરીએ મળશે... લાંબા સમય બાદ એક સાથે બંને મહત્વના હોદ્દા ઉપર નવા ચહેરા સામે આવશે

ગુજરાતના DGP માટે આ 6 IPSના નામો કેન્દ્ર સરકારને મોકલાયાં, અમદાવાદના કમિશ્નરનું ‘બેડલક’

Gujarat Police : 31મીએ ગુજરાતના DGP રિટાયર્ડ થઈ રહ્યાં છે. સરકારે છ નામોની એક પેનલ કેન્દ્રમાં મોકલી છે. જેમાં આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહેલા ગુજરાતના ડીજીપી માટે ૧૯૮૮ની આઈપીએસ બેચના અધિકારી અતુલ કરવાલનું આશિષ ભાટિયાના અનુગામી તરીકે નિમણૂંક કરવા નામ મોખરે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે એક પેનલ બનાવી છે. જેમાં 6 નામો કેન્દ્રને મોકલ્યા છે. આ પેનલમાં નામ છે એમાં વિવેક શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર, શમશેરસિંઘના નામ મોકલાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીના કારણે બે વખત એક્સટેન્શન મેળવ્યા પછી આગામી તા. ૩૧ જાન્યુઆરીએ ડીજીપી આશિષ ભાટિયા વયનિવૃત્ત થઈ રહ્યાં હોવાથી નવા ડીજીપી ગુજરાતને મળી જશે. 

અતુલ કરવાલનું નામ મોખરે 
આશીષ ભાટિયા માટે સરકારે એક્સટેન્શન આપ્યા હોવાથી તેમનો કાર્યકાળ લંબાયો છે. ગુજરાત સરકારે પેનલમાં છ નામ મોકલ્યાં છે તેમાં ૧૯૮૮ બેચના આઈપીએસ અતુલ કરવાલનું નામ મોખરે છે. હાલમાં એન.ડી.આર.એફ.ના ડીજીપી તરીકે ડેપ્યુટેશન ઉપર રહેલા અતુલ કરવાલની પસંદગી થાય તો એક વર્ષ એટલે કે માર્ચ-૨૦૨૪ સુધી ગુજરાતના DGP રહી શકે છે. ગુજરાત સરકારે પેનલમાં 6 નામો મોકલ્યા છે તેમાં ગુજરાત કેડરમાં 1989 બેચના વિવેક શ્રીવાસ્તવનું નામ છે. વિવેક શ્રીવાસ્તવ હાલમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં દિલ્હી ખાતે ડેપ્યુટેશન ઉપર છે. હાલ ગુજરાતમાં ફરજ બજાવતા વિકાસ સહાય (ગુજરાત પોલીસ એકેડમીના વડા), અનિલ પ્રથમ (સીઆઈડીના વડા) અને અજય તોમર (સુરત પોલીસ કમિશનર)ના નામ પણ પેનલમાં મોકલવામાં આવ્યાં છે. 

આ પણ વાંચો : 

ભાજપ કારોબારી બેઠકમાં નામ ફાઈનલ થયાની ચર્ચા 
છ અધિકારીઓની પેનલમાં ૧૯૯૧ બેચના અને વડોદરાના પોલીસ કમિશનર સમશેરસિંઘનું નામ પણ સામેલ છે. આમ ભાજપ સરકારે મોકલેલા નામ બાદ આખરે સરકાર ઇચ્છશે એ નામ ફાઈનલ થઈને આવશે. દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં મોદી અને શાહ સાથે ભૂપેન્દ્ર પટેલની મીટિંગ થઈ છે. જેમાં નામ ફાયનલ થઈ ગયું હશે. સરકાર ફક્ત હવે જાહેરાત કરી શકે છે.

સંજય શ્રીવાસ્તવની શક્યતા ઓછી  
ગુજરાત પોલીસમાં હાલમાં અમદાવાદ પોલીસના કમિશન૨ સંજય શ્રીવાસ્તવ સિનિયર મોસ્ટ છે. ૧૯૮૭ બેચના સંજય શ્રીવાસ્તવ માર્ચ મહીના અંતમાં નિવૃત્ત થતાં હોવાથી તેમને બે મહીના માટે ડીજીપી બનાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે. જો કે, સરકાર ઈચ્છે તો છ મહિનાનું એક્સટેન્શન આપી તેમને ડીજીપી બનાવી શકે છે. આઠ મહિના પછી ફરી વખત ડીજીપી પસંદગીની પ્રક્રિયા હાથ ધરવી પડે તે સંભાવનાએ નવા ડીજીપીની પેનલમાં તેમનું નામ ન મોકલાયું હોવાની ચર્ચાઓ છે. જાન્યુઆરી માસના અંતિમ અઠવાડિયામાં ગુજરાતના નવા ડીજીપીની પસંદગી થઈ જશે. જો ચૂંટણીન પગલે ભાટીયાને એક્સટેન્શન ના મળ્યું હોત તો સંજય શ્વીવાસ્તવ માટે રાજ્યના ડીજીપી બનવાની તક હતી પણ હવે આશાઓ પૂર્ણ થાય તેવી સંભાવના લગભગ ઓછી છે. આમ દાવેદાર હોવા છતાં પણ સંજય શ્રીવાસ્તવ રહી ગયા છે. હવે આગામી સમય જ બતાવશે કે કોને લોટરી લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news