રાજ્યમાં રોજ 22 લોકોના થાય છે અકસ્માતમાં મોત, સરકારે પણ કર્યો સ્વિકાર

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યું આરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના રાજ્ય સરકારે આંકડા જાહેર કર્યા છે. 

રાજ્યમાં રોજ 22 લોકોના થાય છે અકસ્માતમાં મોત, સરકારે પણ કર્યો સ્વિકાર

હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યું આરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના રાજ્ય સરકારે આંકડા જાહેર કર્યા છે. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ વાહન અકસ્માતમાં આશરે 22 લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોજ 52 જેટલા અકસ્માત થાય છે. જેમાં રોજ 22 લોકોના મૃત્યુ થયા હોવાનો રાજ્ય સરકાર દ્વારા જ સ્વિકાર કરવામાં આવ્યો છે. દિન પ્રતિદિન રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં સતત વધારો થઇ રહ્યો છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે શરૂ થશે સી પ્લેનની સુવિધા પરંતુ આ મુશ્કેલી માથાનો દુખાવો

રાજ્યમાં વધી રહેલી વાહનોની સંખ્યાને કારણે અકસ્માત થતાં હોવાથી રાજ્યમાં દ્વારા આગામી 4 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર 2020 સુધીમાં આ અકસ્માતમાં 50 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news