ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. 

ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. 

કયા કયા નિયમોનું બંધારણ બનાવ્યું
કુંવારી છોકરીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

  • કુંવારી યુવતી પાસેથી મોબાઈલ પકડાશે છે તો તેની જવાબદારી તેના પિતાની રહેશે.
  • દીકરી ઘર છોડીને અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરે તો તેના પિતાને 1.50 લાખનો દંડ થશે.
  • દીકરો ઘર છોડીને અન્ય સમાજની યુવતી સાથે લગ્ન કરે તો તેના પિતાને 2 લાખનો દંડ થશે.
  • તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા, સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા. મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં, વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહિ.
  • જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ પ્રસંગમાં જવું નહિ
  • જે કોઈ છોકરી સમાજને નીચું જોવા જેવું કૃત્ય કરશે તો તેની જવાબદારી તે પરિવારની રહેશે અને માતા-પિતાને બંધારણ મુજબ દોઢ લાખ જ્યારે છોકરાના માતા-પિતાને બે લાખ ચૂકવવાના રહેશે.

આજે ચંદ્રગ્રહણ પણ ગુજરાતનું એકમાત્ર આ મંદિર ખુલ્લુ રહેશે, રાત્રિ દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકાશે

આ 9 નિયમોનું 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને પાલન કરવું પડશે. દાંતીવાડાના ક્ષત્રિય ઠાકોર સમાજમાં આવતા 12 ગામોના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી. જેમાં આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેગોલ ગામમાં થયેલ મિટિંગ બાદ આ બાબતે ઠાકોર સમાજના કોઈ વ્યક્તિ કશું જ બોલવા તૈયાર નથી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news