ગુજરાતમાં 12.81 કરોડ વેક્સિનેશનના ડૉઝ અપાયા, વિદેશી રસીથી દેશમાં ઘમાસાણ

Covid19 Vaccine side effect: કોરોના વેક્સિનને લઈને શરૂ થયેલા વિવાદમાં હવે જોવાનું એ રહ્યું કે, શું વેક્સિનને લઈને લોકોના મનમાં રહેલી શંકા દૂર થશે કે પછી આ મુદ્દા પર પણ રાજનીતિ હાવિ થઈ જશે..

ગુજરાતમાં 12.81 કરોડ વેક્સિનેશનના ડૉઝ અપાયા, વિદેશી રસીથી દેશમાં ઘમાસાણ

Vaccination in Gujarat: કોવિશિલ્ડ વેક્સીનની કંપનીના એક ખુલાસા બાદ દેશમાં ઘમાસાણ મચી ગયું છે. પરિસ્થિતિ એવી આવી ગઈ છેકે, ખુલાસાના એક જ દિવસ બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને સુપ્રીમ કોર્ટે સરકારને વળતર આપવા તૈયારી દર્શાવવાનું કહ્યું છે. જોકે, આ મામલે હજુ પણ કેટલાક મતમતાંતર જોવા મળી રહ્યા છે. શું છે સમગ્ર વિવાદ જોઈએ આ રિપોર્ટમાં.. 

વિદેશી રસીથી દેશમાં મચ્યું ઘમાસાણ
શું હકીકતમાં સુરક્ષિત નથી કોવિશિલ્ડ વેક્સીન?
કોવિશિલ્ડ વેક્સીન પર શું છે તબીબોનો મત?

કોવિશિલ્ડ વેક્સીન પર કંપનીના ખુલાસા બાદ નવો જ વિવાદ શરૂ થયો છે. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે, કોવિશિલ્ડને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગણી કરી છે કે, તેની આડ અસરોની તપાસ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અથવા દિલ્હીના નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા કરાવવા માટે સૂચના આપવામાં આવે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોએ નિષ્ણાત તબીબોની પેનલ પર નજર રાખવી જોઈએ..

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે, રસીકરણના કારણે વિકલાંગ બનેલા અને મૃત લોકોની માહિતી એકત્રિત કરવી જોઈએ. આ ઉપરાંત તમામ અસરગ્રસ્ત લોકોને વળતર પણ ચૂકવવામાં આવવું જોઈએ. જોકે, હજુ સુધી એ નક્કી નથી થયું કે તેની સુનાવણી થશે કે નહીં..

ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ રસી, ભારતમાં કોવિશિલ્ડ તરીકે અને યુરોપમાં વેક્સજાવરિયા તરીકે વેચવામાં આવે છે, તે એક સંશોધિત ચિમ્પાન્ઝી એડેનોવાયરસનો ઉપયોગ કરીને વિકસિત વાયરલ વેક્ટર રસી છે. તો બીજી તરફ વેક્સિન બનાવનારી કંપની દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એસ્ટ્રાઝેનેકાએ એક નિવેદનમાં કહ્યું, 'તે લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે જેમણે વેક્સિનની આડઅસરના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે કે પછી તેમને કોઈ ગંભીર સમસ્યા થઈ છે.. 

ગુજરાતમાં 12.81 કરોડ વેક્સિનેશનના ડૉઝ અપાઇ ચૂક્યા છે.. 

જેમાં પ્રથમ ડૉઝ લેનારા 5.43 કરોડ, 
બીજો ડૉઝ લેનારા 5.40 કરોડ..
જ્યારે પ્રીકોશન ડૉ. લેનારા 1.96 કરોડ છે.. 
આ પૈકી કોવિશીલ્ડના 10.53 કરોડ..
કોવેક્સિનના 1.89 કરોડ..
કોર્બોવેક્સના 36.18 લાખ ડૉઝ આપવામાં આવેલા છે..

કોરોના વેક્સિનને લઈને શરૂ થયેલા વિવાદમાં હવે જોવાનું એ રહ્યું કે, શું વેક્સિનને લઈને લોકોના મનમાં રહેલી શંકા દૂર થશે કે પછી આ મુદ્દા પર પણ રાજનીતિ હાવિ થઈ જશે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news