VIDEO : આવી ગયું મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્નનું કાર્ડ, જોવા માટે કરો ક્લિક

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલ ટૂંક સમયમાં જ લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યા છે

VIDEO : આવી ગયું મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્નનું કાર્ડ, જોવા માટે કરો ક્લિક

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલ થોડા સમયમાં લગ્નગ્રંથીથી જોડાવાના છે. બંનેની સગાઈ સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. હવે બંનેના લગ્નનું કાર્ડ પણ છપાઈ ગયું છે. 

લગ્નના સમાચારો વચ્ચે ઈશા અંબાણીનું વેડિંગ કાર્ડ (Isha Ambani Wedding Card) સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. વેડિંગ કાર્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ બોક્સમાં ઈશા અને આનંદના નામના પ્રારંભિક અક્ષર (ia) લખ્યું છે. બીજા બોક્સમાં 4 નાના-નાના બોક્સ મુકેલા છે, જેમાં માતા સરસ્વતીનો ફોટો જોવા મળે છે. 

આ કાર્ડ અત્યારે સોશિયલ મીડિયા પર જબરદસ્ત શેર થઈ રહ્યું છે. વેડિંગ કાર્ડના બોક્સને અત્યંત સુંદર રંગ અને ફૂલોથી સજાવામાં આવ્યું છે. આ અગાઉ પણ લગ્નની પ્રથમ પત્રિકા સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાનને મોકલવામાં આવી હતી. ભગવાનનો આશિર્વાદ લેવા માટે લગ્નનું કાર્ડ લઈને ખુદ મુકેશ અંબાણી, અનંત અંબાણી અને નીતા અંબાણી સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. 

ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈ સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. સગાઈનો કાર્યક્રમ ઈટાલીના લેક કોમોમાં આયોજિત કરાયો હતો, જે ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડની હસ્તીઓ પહોંચી હતી. ત્યાર બાદ મુકેશ અંબાણીએ મુંબઈ પાછા આવીને પણ એક પાર્ટી આપી હતી. 

A post shared by Manav Manglani (@manav.manglani) on

મુંબઈની પાર્ટીમાં દેશનાં ટોચનાં નેતાઓથી માંટીને જાહેર ક્ષેત્રની મોટી-મોટી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ હાજરી આપી હતી. અગાઉ એવી ચર્ચા હતી કે ઈશા અંબાણી અને આનંદ અંબાણીનાં લગ્ન ઉદયપુરમાં થવાના છે. કેમ કે આનંદ પિરામલ મૂળ રાજસ્થાનના છે. 

इटली में सगाई के बाद अब 12 दिसंबर को यहां होगी मुकेश अंबानी की बेटी की शादी

જોકે, મુકેશ અંબાણી દ્વારા સિદ્ધિવિનાયક ભગવાનને લગ્નની પ્રથમ પત્રિકા આપવાની સાથે એ સ્પષ્ટ થયું હતું કે, આ હાઈપ્રોફાઈલ લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજાવાના છે. બંને પરિવાર છેલ્લા ચાર દાયકાથી એક-બીજા સાથે સંકળાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આનંદે ઈશાને મહાબલેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. ત્યાર બાદ યુગલે પોતાનાં પરિજનો સાથે લંચ લીધો હતો. 

उदयपुर में हो सकती है शादी

એવું માનવામાં આવે છે કે, ઈશા અંબાણીના લગ્નમાં હોલિવૂડની ગાયિકા બિયોન્સે પરફોર્મ કરવાની છે. ઈશા બિયોન્સેની મોટી ફેન છે, જેના કારણે મુકેશ અંબાણી આ ખાસ પ્રસંગે તેને પરફોર્મ કરવા માટે બોલાવી રહ્યા છે. આ અંગે ઈશા અંબાણી અને આનંદ પીરામનલ ખુબ જ એક્સાઈટેડ છે. 

સૌથી નાની અબજપતિ બિઝનેસ વુમન
એશિયાની 12 સૌથી શક્તિશાળી બિઝનેસ વુમનમાં ઈશા અંબાણીનો પણ સમાવેશ થાય છે. ઈશા અંબાણીનું જીવન એક રાજકુમારી જેવું છે. ઈશાએ એટલી નાની ઉંમરમાં મુકેશ અને નીતા અંબાણીની દીકરી તરીકે નહીં પરંતુ પોતાની મહેનતથી એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2015માં ઈશા અંબાણીનું નામ ફોર્બ્સની સૌથી નાની અબજપતિ બિઝનેસ વુમનની યાદીમાં બીજા નંબરે રહ્યું હતું. 2018માં ફોર્બ્સે તેને ઉત્તરાધિકારીઓની યાદીમાં બીજા નંબરે મુકી છે. ઈશા અંબાણીનું એક વર્ષની કમાણી લગભગ 4710 કરોડ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news