આ ​​ડાયરેક્ટરની ઓફિસે પહોંચી શાહરૂખ ખાનની લાડલી, કેટલી સાચી છે બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા?

સુહાના ખાન (Suhana Khan) શુક્રવારે રાત્રે ફિલ્મમેકર ઝોયા અખ્તરની ઓફિસની બહાર જોવા મળી હતી, જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન સુહાના ખાને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી દીધા હતા.

આ ​​ડાયરેક્ટરની ઓફિસે પહોંચી શાહરૂખ ખાનની લાડલી, કેટલી સાચી છે બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા?

નવી દિલ્હીઃ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) ની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. સુહાના છેલ્લા ઘણા દિવસોથી તેના બોલિવૂડ ડેબ્યુને લઈને ચર્ચામાં છે. હવે સુહાનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેના કારણે તેના બોલિવૂડમાં આવવાની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે.

સુહાના ખાનની તસવીરો થઈ વાયરલ
વાસ્તવમાં, સુહાના ખાન (Suhana Khan) શુક્રવારે રાત્રે ફિલ્મમેકર ઝોયા અખ્તરની ઓફિસની બહાર જોવા મળી હતી, જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન સુહાના ખાને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી દીધા હતા. વ્હાઈટ ટેન્ક ટોપ અને કાર્ગો પેન્ટમાં સુહાના ખાન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by yogen shah (@yogenshah_s)

ફિલ્મને લઈને ઉત્સાહિત છે સુહાનાના ફેન્સ 
છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો મળી રહ્યા છે કે સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરશે. હવે આ તસવીરો વાયરલ થતાં ફરી એકવાર આ સમાચારને હવા મળી ગઈ છે. સુહાનાના ફેન્સ તેની ડેબ્યુ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhan2)

આ ફિલ્મથી કરશે ડેબ્યુ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુહાના ખાન (Suhana Khan) ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરશે, જે Archie કોમિક્સ પરથી લેવામાં આવી છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આ ફિલ્મમાં જોવા મળશે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhan2)

શોર્ટ ફિલ્મમાં દેખાડી પોતાની પ્રતિભા
ઉલ્લેખનીય છે કે, સુહાના ખાન (Suhana Khan) પણ પિતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માંગે છે. આ પહેલા તેણીએ શોર્ટ ફિલ્મ 'ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લુ'માં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news