શાહરૂખે શર્ટ કાઢ્યોને મચલી ઉઠ્યું સલમાનની Ex.ભાભીનું મન! મલાઈકાથી ના રહેવાયું તો તેણે...

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચામાં છે. તેણે પોતાની આગામી ફિલ્મ 'પઠાણ' માટે 8 પેક એબ્સ બનાવ્યા છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા અભિનેતા અને અભિનેત્રીઓએ તેના નવા લુક્સના વખાણ કર્યા છે.

શાહરૂખે શર્ટ કાઢ્યોને મચલી ઉઠ્યું સલમાનની Ex.ભાભીનું મન! મલાઈકાથી ના રહેવાયું તો તેણે...

નવી દિલ્લીઃ બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચામાં છે. તેણે પોતાની આગામી ફિલ્મ 'પઠાણ' માટે 8 પેક એબ્સ બનાવ્યા છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા અભિનેતા અને અભિનેત્રીઓએ તેના નવા લુક્સના વખાણ કર્યા છે.

મલાઈકા શાહરુખની બોડી પર થઈ ફિદા-

સૌ કોઈ જાણે છેકે, મલાઈકા આરોરા ફિટનેસ માટે કેટલી સજાગ છે. તે ફિટનેસ પર ખુબ જ જોર આપે છે. અને બધા એ પણ જાણે છેકે, તે હાલ અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને એક સમયે તે સલમાન ખાનની ભાભી હતી. મલાઈકા એક સમયે સલમાનના નાના ભાઈ અરબાઝની પત્ની હતી. પણ હવે બન્યુ કંઈક એવું કે હાલ શાહરૂખ ખાને શર્ટ કાઢીને અંદરની બોડી બતાવી અને મલાઈકા તેના પર ફિદા થઈ ગઈ. તેનાથી ના રહેવાયું તો તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શાહરૂખ ખાનનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે જે કેપ્શન આપ્યું છે તેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. મલાઈકાએ કેપ્શનમાં લખ્યું, Uffff ઈન્ટરનલ ફેન ગર્લ. આ રીતે મલાઈકાએ પોતાને શાહરૂખની સૌથી મોટી ફેન ગણાવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન શર્ટલેસ થઈ તેના 8 પેક એબ્સ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. 56 વર્ષની ઉંમરે પણ શાહરૂખની મસ્ક્યુલર બોડી જોઈને ભલભલા યુવાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhan2)

 

પિતાનું શાનદાર ટ્રાન્સફોર્મેશન જોઈ ચોંકી ઉઠી સુહાના-
આ પહેલા સુહાના ખાને પિતા શાહરૂખ ખાનના લુકના વખાણ કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર પિતા શાહરૂખની તસવીર શેર કરતી વખતે સુહાનાએ કંઈક એવું લખ્યું જે ખૂબ ચર્ચામાં આવ્યું. તેણે કેપ્શનમાં લખ્યું, 'મારા પપ્પા 56 વર્ષના છે. ત્યારે આપણે બહાના ન કાઢવા જોઈએ'.

શાહરૂખે 'પઠાણ'માંથી પોતાનો લુક શેર કર્યો-
શાહરૂખ ખાને પોતાની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જે આ દિવસોમાં ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'શાહરુખ થોડો પણ રોકાઈ જશે તો પણ પઠાણને કેવી રીતે રોકશો...એપ્સ અને એબ્સ ઓલ બધુ બનાવી લઈશ.

શાહરૂખની 4 વર્ષ બાદ વાપસી-
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મ 'પઠાણ'થી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. તેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વર્ષ 2023માં ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા શાહરૂખ ખાન વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. જોકે, આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news