સચિન-ગાંગુલી સાથે ક્રિકેટ રમ્યા, પછી એક્ટર બન્યા...એક ખરાબ આદતે બરબાદ કરી કરિયર

આજે અમે એવા ક્રિકેટર વિશે વાત કરીશું જે એક સમયે ક્રિકેટની દુનિયામાં ચમકતા સિતારા જેવા હતા, ત્યારબાદ એક્ટિંગની દુનિયામાં પણ ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ હવે ગુમનામીની જિંદગી વિતાવી રહ્યા છે. 

સચિન-ગાંગુલી સાથે ક્રિકેટ રમ્યા, પછી એક્ટર બન્યા...એક ખરાબ આદતે બરબાદ કરી કરિયર

ક્રિકેટ અને સિનેમા જગતનો જૂનો નાતો છે. શર્મિલા ટાગોરથી લઈને અનુષ્કા શર્મા સુધી... અનેક અભિનેત્રીઓએ એક ક્રિકેટરને પોતાનો જીવનસાથી પસંદ કર્યા છે. તો ક્યારેક ક્રિકેટરોએ પણ ફિલ્મી દુનિયામાં ભાગ્ય અજમાવ્યું છે. હરભજન સિંહથી લઈને ઈરફાન પઠાણ સુધી...અનેક ક્રિકેટરોએ અભિનેતા  બનીને બોલીવુડમાં નસીબ અજમાવ્યું છે. આવા જ એક ક્રિકેટર હતા સલિલ અંકોલા. જેમણે સચિન તેંડુલકર સાથે પોતાનું ક્રિકેટ ડેબ્યુ કર્યું હતું અને સૌરવ ગાંગુલી સાથે વર્લ્ડ કપ ખેલ્યો હતો. તેમણે ભારતીય ક્રિકેટ ટીમમાં એક ફાસ્ટ બોલર તરીકે પોતાની ઓળખ બનાવી હતી. અને આઈસીસી વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પરંતુ એક ઈજાએ તેમની કરિયર પર પૂર્ણ વિરામ મૂકી દીધુ. 

ક્રિકેટની પીચ પર કરિયર ખતમથતા તેમણે એક્ટિંગને કરિયર તરીકે પસંદ કરી અને પછી હીરો બનવાની ઈચ્છામાં ફિલ્મી દુનિયા તરફ પ્રયાણ કર્યું. પરંતુ જિંદગીએ ફરી એવો વળાંકલીધો કે તેઓ ફિલ્મી દુનિયામાં પણ લાંબુ ટકી શક્યા નહીં. લાંબા કદકાઠી અને જબરદસ્ત બોલિંગ માટે જાણીતા સલિલ અંકોલાએ મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ કેટેગરીમાં 1988માં ડેબ્યુ કર્યું હતું અને પોતાની ફાસ્ટ બોલિંગથી નેશનલ ટીમના સિલેક્ટર્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતું. જલદી જ સલિલ અંકોલા નેશનલ ટીમમાં સામેલ થયા અને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પહેલી મેચ રમી. 

સલિલ સાથે સચિન તેંડુલકરે પણ પોતાનું ક્રિકેટ ડેબ્યુ આ મેચથી કર્યું હતું. સચિનની જેમ સલિલ અંકોલાની કરિયર સફળ રહી નહી. તેમણે અટકી અટકીને ઘણી મેચો રમી. પરંતુ અચાનક એક ઈજાએ  બધુ બદલી નાખ્યું. 1996નો વિશ્વ કપ રમ્યા બાદ 1997માં તેઓ ટીમમાંથી બહાર થયા. આવામાં 28 વર્ષના સલિલ અંકોલાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. 

ત્યારબાદ અંકોલાએ ફિલ્મી દુનિયામાં એન્ટ્રીનો  પ્લાન ઘડ્યો. વર્ષ 2000માં રિલીઝ થયેલી કુરુક્ષેત્ર ફિલ્મમાં સપોર્ટિંગ ભૂમિકામાં જોવા મળ્યા. ત્યારબાદ ઝાયદ ખાનની ચુરા લિયા હૈ..ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા. અંકોલા બિગ બોસ સિઝન 1ના કન્ટેસ્ટન્ટ બન્યા અને પછી ટીવીની દુનિયાનો ભાગ બની ગયા. કોરા કાગઝ અને  SShhh...કોઈ હૈ જેવી સિરિયલોમાં કામ કર્યું. 

પરંતુ ત્યારબાદ 2008માં જેવી તેમની જિંદગી મંદીની ઝપેટમાં આવી ગઈ કે કરિયરમાં અસફળતા અને આર્થિક તંગીના પરિણામે અંકોલાએ દારૂનો સહારો લીધો અને પછી તો તેમના 19 વર્ષના લગ્નજીવનનો 2011માં અંત આવી ગયો. 

લગ્ન તૂટ્યા બાદ અંકોલા  પર્સનલ લાઈફમાં પણ ખરાબ રીતે તૂટી ગયા હતા પરંતુ પછી તેમણે રિકવરી કરી અને આગળ વધ્યા તથા 2013માં સાવિત્રી નામની સિરીયલમાં જોવા મળ્યા. ત્યારબાદ તેઓ કર્મફળ દાતા શનિમાં પણ જોવા મળ્યા. પરંતુ આ બધા વચ્ચે તેઓ ક્રિકેટથી દૂર થતા ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news