Ramayana: રામાયણ ફિલ્મના સેટ પરથી લીક થઈ ફોટો, લારા દત્તા અને અરુણ ગોવિલના લુક થયા રિવીલ

Ramayana: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામાયણ ફિલ્મના સેટ પર થી શૂટિંગની નવી ફોટો લીક થઈ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે. જે ફોટો લીક થઈ છે તેના પરથી ચર્ચા શરૂ થઈ છે કે ફિલ્મમાં અરુણ ગોવિલ રાજા દશરથ નું પાત્ર ભજવશે જ્યારે લારા દત્તા કૈકઈના પાત્રમાં જોવા મળશે.

Ramayana: રામાયણ ફિલ્મના સેટ પરથી લીક થઈ ફોટો, લારા દત્તા અને અરુણ ગોવિલના લુક થયા રિવીલ

Ramayana: જ્યારથી રામાયણ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી ચાહકોમાં એક્સાઈમેન્ટ સતત વધી રહ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત બોલીવુડના ઘણા બધા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. થોડા દિવસ પહેલા ફિલ્મના સેટની તસ્વીરો સામે આવી હતી અને હવે ફરી એક વખત રામાયણ ફિલ્મના સેટ પરથી ફોટો લીક થઈ છે. આ વખતે લારા દત્તા અને અરુણ ગોવિલની લેટેસ્ટ ફોટો વાયરલ થઈ રહી છે. બંને ફિલ્મના કોસ્ચ્યુમમાં જોવા મળી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામાયણ ફિલ્મના સેટ પર થી શૂટિંગની નવી ફોટો લીક થઈ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે. જે ફોટો લીક થઈ છે તેના પરથી ચર્ચા શરૂ થઈ છે કે ફિલ્મમાં અરુણ ગોવિલ રાજા દશરથ નું પાત્ર ભજવશે જ્યારે લારા દત્તા કૈકઈના પાત્રમાં જોવા મળશે. આ બંને કલાકારો હાલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમની તસ્વીરો વાયરલ થઈ છે.

જ્યારે પણ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તો સેટ પરથી તસવીરો સામે આવે તે સામાન્ય વાત છે પરંતુ રણવીર કપૂરના ચાહકો ઇચ્છે છે કે ફિલ્મને લઈને તેમની મજા ખરાબ ન થાય. રણવીર કપૂરના એક ફેન પેજ પરથી આ તસવીરો શેર કરીને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે શૂટિંગ દરમિયાન ફોન પર પ્રતિબંધ લગાડી દેવામાં આવે જેથી ફિલ્મની કોઈપણ ફોટો વાયરલ ન થાય. 

— Ranbir Kapoor Stuff (@WakeupRanbir) April 4, 2024

જણાવી દઈએ કે રામાયણ ફિલ્મ મેકર નીતિશ તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલવી, સની દેઓલ, યશ જેવા કલાકાર જોવા મળશે. આ તસવીરો વાયરલ થતા એ વાત પણ કન્ફર્મ થઈ ગઈ છે કે ફિલ્મમાં અરુણ ગોવિલ અને લારા દત્તા પણ મહત્વની ભૂમિકમાં છે. એનિમલ ફિલ્મ પછી રણબીર કપૂર આ ફિલ્મને લઈને ચર્ચામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news