Pornography Case: Raj Kundra ની ધરપકડ બાદ ચર્ચામાં આ 5 મોડલ, જાણો કોણે શું કહ્યું

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના (Shilpa Shetty Kundra) પતિની ધરપકડ બાદ કેટલીક મોડેલો સતત ચર્ચામાં રહે છે. આ કેસ અંગે તેઓમાંથી દરેકએ પોતાનો ઓપિનિયન આપ્યો છે, પરંતુ રાજ કુન્દ્રાના (Raj Kundra) માથા પર હજી પણ તલવાર લટકતી છે.

Pornography Case: Raj Kundra ની ધરપકડ બાદ ચર્ચામાં આ 5 મોડલ, જાણો કોણે શું કહ્યું

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના (Shilpa Shetty Kundra) પતિની ધરપકડ બાદ કેટલીક મોડેલો સતત ચર્ચામાં રહે છે. આ કેસ અંગે તેઓમાંથી દરેકએ પોતાનો ઓપિનિયન આપ્યો છે, પરંતુ રાજ કુન્દ્રાના (Raj Kundra) માથા પર હજી પણ તલવાર લટકતી છે. તે જાણીતું છે કે રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મો બનાવવાનો અને એક એપ્લિકેશન દ્વારા તેનો ધંધો કરવાનો આરોપ લાગ્યો છે. રાજ વિશે કઈ મોડેલનો કેવો ઓપિનિયન છે? આવો જાણીએ.

પૂનમ પાંડે- ભૂતકાળમાં પૂનમ પાંડેનો (Poonam Pandey) એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે ઘણાં ખુલાસા કર્યા હતા. પૂનમ પાંડેએ એમ પણ કહ્યું હતું કે તેની એપ્લિકેશનની દેખરેખ રાજ કુન્દ્રાની (Raj Kundra) કંપની કરે છે. આ ઉપરાંત, પૂનમ પાંડેએ જણાવ્યું હતું કે તેને ધમકી આપવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો હતો, જે મુજબ તેણે તેની ઇચ્છા પ્રમાણે શૂટ કરવાનું છે, પોઝ આપવાનો છે અને તેની મરજી અનુસાર એક ચોક્કસ રીતે દેખાળવાનું છે. તે નહીં કરવા પર તેની વ્યક્તિગત વસ્તુઓ લીક કરશે.

ગેહના વશિષ્ઠ- OTT પર ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ ગંદી બાતની લીડ એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ (Gehana Vasisth) આ કેસની શરૂઆતથી જ રાજ કુન્દ્રાને સ્પોર્ટ કરતી જોવા મળી રહી છે. તેણે રાજ કુન્દ્રાને (Raj Kundra) સપોર્ટ કરતા કહ્યું કે, જે વીડિયોની વાત થઈ રહી છે તે ખુબ જ બોલ્ડ કન્ટેન્ટની યાદીમાં આવે છે, પરંતુ તે ફિલ્મોને પોર્નોગ્રાફીની યાદીમાં રાખી શકાય નહીં. તમને જણાવી દઇએ કે, ગેહના વશિષ્ઠએ આ કેસમાં 5 મહિના જેલમાં વિતાવ્યા છે.

શર્લિન ચોપડા- પ્લેબોય મેગેઝિનની કવર ગર્લ તરીકે રહેતી શર્લિન ચોપરાએ (Sheryln Chopra) તાજેતરમાં જ એક વીડિયો બહાર પાડીને આ સમગ્ર મામલે તેની પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયોમાં શર્લિન ચોપરાએ કહ્યું હતું કે તેણે પોતાનું નિવેદન મહારાષ્ટ્રના સાયબર સેલને આપ્યું હતું. શર્લિનએ આ જ વીડિયોમાં પૂનમ પાંડે પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તે આ મામલો સામે આવ્યા બાદ ક્યાંય ભાગી નથી.

સાગરિકા શોના સુમન- સાગરિકાનું (Sagrika) નામ તે સમયે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે રાજ કુન્દ્રા (Raj Kundra) પર ન્યૂડ ઓડિશન માંગવાનો આરોપ લગાવ્યો હતો. સાગરિકાએ એક વીડિયોમાં કહ્યું છે કે, તેને વેબ સિરીઝ માટે વીડિયો કોલ દ્વારા ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું હતું. સાગરિકાએ જણાવ્યું હતું કે ત્રણ લોકોએ તેની પાસેથી ન્યૂડ ઓડિશનની માંગ કરી હતી, તેમાંથી એક રાજ કુન્દ્રા છે.

પુનીત કૌર- અન્ય તમામ મોડેલની જેમ You Tuber પુનીત કોરે (Puneet Kaur) પણ ખુલાસો કર્યો છે કે, રાજ કુન્દ્રાએ (Raj Kundra) મોબાઈલ એપ હોટશોટ્સમાં કામ કરવા માટે તેનો સંપર્ક કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news