KL Rahul-Athiya Shetty Wedding: આજે લગ્નના બંધનમાં બંધાશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, જુઓ સંગીત સેરેમનીનો વીડિયો

KL Rahul-Athiya Shetty Wedding: ભારતીય ટીમના શાનદાર ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેતા સુનીલ શેઠ્ઠીની પુત્રી અને જાણીતી અભિનેત્રી આથિયા શેટ્ટી આજે લગ્નના બંધનમાં બંધાઈને પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે. આ લગ્ન સેરેમનીમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ સામેલ થશે.

KL Rahul-Athiya Shetty Wedding: આજે લગ્નના બંધનમાં બંધાશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, જુઓ સંગીત સેરેમનીનો વીડિયો

KL Rahul-Athiya Shetty Wedding: ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાઈલીશ ક્રિકેટર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ સલામી બેટ્સમેન કેએલ રાહુલની...રાહુલ આજે પોતાના જીવની નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી આજે લગ્નના બંધનમાં જોડાઇ જશે. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસ પર બંને લગ્નના બંધનમાં બંધાવાના છે. આ અંગે તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ લગ્ન સમારોહમાં લગભગ 100 થી 200 જેટલા મેહમાન ભાગ લેશે.

આ પણ ખાસ વાંચોઃ

 

 

લગ્નની એકરાત પહેલા સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા બધા સેલેબ્લ આ સેરેમનીમાં જોવા મળ્યા હતા. કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના સંગીત સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી આજે એટલે કે 23 જાન્યુઆરીએ ખંડાલા ફાર્મહાઉસમાં સાત ફેરા લેશે. મળતી માહિતી મુજબ, આ લગ્નમાં કેએલ રાહુલ તરફથી 100 મહેમાનો અને સુનિલ શેટ્ટી તરફથી 100 મહેમાનો સામેલ થશે. આ સિવાય લગ્નમાં કોઈને પણ ફોન લઈને જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

આ પણ ખાસ વાંચોઃ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લગ્ન પછી સુનિલ શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારવાળા, મિત્રો માટે બે મોટા રિસેપ્શન યોજવામાં આવશે. આ રિસેપ્શન મુંબઇ અને બેંગલોરમાં યોજાશે. આમાં ક્રિકેટરો, બોલીવુડ સ્ટાર્સ, ફેમિલી ફ્રેન્ડ, બિઝનેસમેન અને રાજનેતાઓને આમંત્રિત કરવામાં આવશે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @varindertchawla

 

મીડિયા અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની પ્રથમ મુલાકાત વર્ષ 2019માં એક કોમન ફ્રેંડ મારફતે થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય બાદ બન્ને ખૂબ જ સારા મિત્ર બની ગયા અને ધીમે ધીમે તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. અલબત બન્નેએ પોતાના સંબંધોને જાહેરમાં ક્યારેય કન્ફર્મ કર્યાં નહીં. જોકે કપલને અનેક વખત સાથે સ્પોટ કરવામાં આવતા હતા.

આ પણ ખાસ વાંચોઃ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news