રિતીક રોશનના બાળપણનો વીડિયો વાયરલ, આ અંદાજમાં ડાન્સ કરતો જોવા મળ્યો

રિતીક રોશનના ફેન પેજ પર તેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો રિતીકના બાળપણના ડાન્સનો છે. આ વીડિયોમાં તે શાનદાર ડાન્સ કરી રહ્યો હતો. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આ વીડિઓ ક્યાંનો છે. 

 રિતીક રોશનના બાળપણનો વીડિયો વાયરલ, આ અંદાજમાં ડાન્સ કરતો જોવા મળ્યો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રિતીક રોશન (hritik roshan) પોતાની એક્ટિંગની સાથે ડાન્સ માટે પણ જાણીતો છે. રિતીક રોશનની ગણતા તે કેટલાક સિતારામાં થાય છે જે પોતાની ફિલ્મમાં શાનદાર ડાન્સ આપવાનો પ્રયત્ન કરે છે. રિતીકનો ડાન્સ પ્રત્યે લગાવ નવો નથી, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી લીધા પહેલા એક શાનદાર ડાન્સર હતો. 

રિતીક રોશનના ફેન પેજ પર તેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો રિતીકના બાળપણના ડાન્સનો છે. આ વીડિયોમાં તે શાનદાર ડાન્સ કરી રહ્યો હતો. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આ વીડિઓ ક્યાંનો છે, પરંતુ રિતીકના ડાન્સ મૂવ બિલકુલ અલગ છે. રિતીક રોશન રોશન સદીના મહાનાયક અબિતાભ બચ્ચનની ફિલ્મ લાવારિસના ગીત અપની તો જૈસે-તૈસે પર ડાન્સ કરી રહ્યો છે. આ ફિલ્મ 1981મા રિલીઝ થઈ હતી. 

— HrithikRules.com (@HrithikRules) November 17, 2019

રિતીક રોશન લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર હતો, પરંતુ તેની હાલમાં આવેલી ફિલ્મ વોરે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મણે કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મ વોરનું કલેક્શન દેશની સાથે વિદેશોમાં પણ સારૂ રહ્યું છે. 

ટાઇગર શ્રોફ અને રિતીક રોષન સ્ટારર વોરના વર્લ્ડવાઇડ કલેક્શને ચેન્નઈ એક્સપ્રેસ, અંધાધુન, 3 ઇન્ડિયટ્સ, પ્રેમ રતન ધન પાયો અને દિલવાલેને પાછળ છોડી હતી અને આ ફિલ્મએ 300 કરોડથી પણ વધુની કમાણી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news