બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ હશે રિતિક-દીપિકાની ‘Fighter’, બજેટ જાણીને ચોંકી જશો

દીપિકા પાદુકોણ અને રિતિક રોશન સ્ટારર ફાઇટર હાઈ એટ્રેક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં દેશભક્તિ સિવાય રોમાન્સના સીન્સ પણ ભરપૂર હશે. જાણકારી પ્રમાણે ફાઇટર બી-ટાઉનની મોસ્ટ એક્સપેન્સિવ એટલે કે સૌથી મોંઘી ફિલ્મ હશે.
 

બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ હશે રિતિક-દીપિકાની ‘Fighter’, બજેટ જાણીને ચોંકી જશો

નવી દિલ્હીઃ રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની જોડી પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવાની છે. હાલમાં રિતિક રોશન પોતાની અપકમિંગ ફિલ્મ ફાઇટર (Fighter)નું એક મોશન પોસ્ટર રિવીલ કર્યુ છે, જેમાં તે દીપિકાની સાથે પ્રથમવાર જોવા મળવાનો છે. બંન્ને સ્ટાર એકબીજા સાથે સ્ક્રીન શેર કરવા માટે એક્સાઇટેડ છે. આ ફિલ્મને લઈને હવે અંદરની જાણકારી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે ફાઇટર બોલીવુડની સૌથી મોંઘી ફિલ્મ હશે. 

250 કરોડ હશે ફિલ્મનું બજેટ
દીપિકા પાદુકોણ અને રિતિક રોશન સ્ટારર ફાઇટર હાઈ એટ્રેક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં દેશભક્તિ સિવાય રોમાન્સના સીન્સ પણ ભરપૂર હશે. જાણકારી પ્રમાણે ફાઇટર બી-ટાઉનની મોસ્ટ એક્સપેન્સિવ એટલે કે સૌથી મોંઘી ફિલ્મ હશે. જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદનની ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા હશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બોલીવુડમાં આટલા બજેટની કોઈ ફિલ્મ બની નથી. આ પહેલા 175 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયો (Prem Ratan Dhan Payo) અને ધૂમ 3 (Dhoom 3)ને હિન્દી સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ગણવામાં આવે છે, જ્યારે ફાઇટરનો ખર્ચ 250 કરોડ છે. 

લડાકૂ વિમાન ઉડાવશે રિતિક
રિતિક દ્વારા શેર કરવામાં આવેલા ફિલ્મના 15 સેકેન્ડના ટીઝરથી સાબિત થાય છે કે 'ફાઇટર' ધબકારા વધારનાર ફાઇટ સીન્સથી ભરપૂર હશે. ફિલ્મમાં રિતિક રોશનના શાનદાર એક્શન સીન જોવા મળશે. ફાઇટરમાં રિતિક રોશન એક એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં હશે, જે ફાઇટર જેટ ઉડાવતો જોવા મળશે. આ પહેલા પણ રિતિક રોશન ફરહાન અખ્તરની દેશભક્તિ ફિલ્મ 'લક્ષ્ય' કરી ચુક્યો છે. લક્ષ્યમાં તે આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળ્યો હતો જ્યારે ફાઇટરમાં તે એરફોર્સ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. 

જાણો ક્યારે રિલીઝ થશે Fighter
ફાઇટર દ્વારા દીપિકાની સાથે રિતિક પ્રથમવાર જોવા મળશે. જ્યારે ફિલ્મ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની સાથે ત્રીજીવાર કામ કરશે. આ પહેલા રિતિકે સિદ્ધાર્થ આનંદની સાથે બેંગ-બેંગ અને વોર કરી હતી. ફાઇટરમાં એકવાર ફરી બન્ને સાથે કામ કરી રહ્યા છે. મહત્વનું છે કે ફિલ્મનું શૂટિંગ 2021 ડિસેમ્બરમાં શરૂ થશે અને સપ્ટેમ્બર 2022માં ફિલ્મ રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news