ઉડ્યા કપૂર પરિવારના લવ બર્ડસ...ક્યાં? જાણવા કરો ક્લિક..

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રવાના થતા કેમેરામાં ક્લિક થયા છે

ઉડ્યા કપૂર પરિવારના લવ બર્ડસ...ક્યાં? જાણવા કરો ક્લિક..

મુંબઈ : ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પછી હવે દીકરો આકાશ અંબાણી લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે. ઇશાનું પ્રીવેડિંગ સેલિબ્રેશન રાજસ્થાનના ઉદયપુરમાં થયું હતું. હવે આકાશ અંબાણીનું પ્રીવેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં . આકાશ અંબાણી હવે આ જગ્યાએ જ બેચલર પાર્ટી આપશે. આ લગ્ન પહેલાં 3 દિવસનું પ્રી વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવશે. આ સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રવાના થતા કેમેરામાં ક્લિક થયા છે.

આ ફંક્શનમાં હાજરી આપવા માટે કરણ જોહર, મલાઇકા અરોરા અને અર્જુન કપૂર પણ રવાના થયા હતા. 

મુંકેશ અંબાણી હાલમાં જ પોતાના પરિવાર સાથે મુંબઈન સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા. અહીં તેમણે આકાશ અને શ્લોકાના લગ્નનું પહેલું કાર્ડ ભગવાનના ચરણોમાં ચડાવ્યું હતું. આકાશની જાન 9 માર્ચે મુંબઈની ટ્રાઇડન્ટ હોટેલમાંથી બપોરે સાડાત્રણ વાગ્યે નીકળશે. આકાશની આ જાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પર પહોંચશે. લગ્ન પછી 10 માર્ચે લગ્નનું પહેલું રિસેપ્શન યોજાશે આ પછી 11 માર્ચે બીજું રિસેપ્શન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news