Katrina Kaif થી Nushrratt Bharuccha સુધી આ અભિનેત્રીઓની કેમ છીનવાઈ ગઈ ફિલ્મો? જાણો

Actress Replace: તાજેતરમાં, નુસરત ભરૂચા ફિલ્મ ડ્રીમગર્લ 2 માં રિપ્લેસ થવાને કારણે ચર્ચામાં છે. પરંતુ માત્ર નુસરત જ નહીં, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, તાપસી પન્નુ સહિતની ઘણી અભિનેત્રીઓએ રિપ્લેસમેન્ટની પીડા સહન કરી છે...!

Katrina Kaif થી Nushrratt Bharuccha સુધી આ અભિનેત્રીઓની કેમ છીનવાઈ ગઈ ફિલ્મો? જાણો

Bollywood Actress Replace in Many Movies: બોલીવુડમાં ક્યારે કોની કિસ્મત ચમકી જાય અને ક્યારે કોણ શિખર પરથી છેક ભોળ તળિયે ગગડી જાય એ કહેવાય નહીં. ફિલ્મો મેળવવા માટે અભિનેત્રીઓએ જાત જાતના પાપડ વણવા પડે છે. ઘણીવાર તો એવી હકીકતો પણ સામે આવી ચુકી છેકે, અભિનેત્રીઓએ પોતાની જાતને જેતે નિર્માતા, નિર્દેશક કે કો-એક્ટર્સને સોંપી દેવી પડી હોય. ત્યારે જઈને તેમને ફિલ્મ આપવામાં આવી હતી.

આવી પરિસ્થિતિની વચ્ચે કેવી રીતે ટકી રહેવું એ પણ એક મોટો સવાલ છે. ત્યારે અહીં વાત કરીશું બોલીવુડની એવી અભિનેત્રીઓની જેમની પાસેથી ઘણી બધી ફિલ્મો છીનવાઈ ગઈ. ઘણીવાર તો આ અભિનેત્રીઓની તેમની જ સિક્વલ ફિલ્મમાંથી પણ હકાલપટ્ટી કરી દેવાઈ હોવાનું પણ આપણે જોયું છે. આખરે શું છે તેની પાછળનું કારણ એ પણ જાણીએ...

ખાસ કરીને હાલના સમયની અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો...કેટરિના કૈફથી લઈને નુસરત ભરુચા સુધી, આ અભિનેત્રીઓ પાસેથી ઘણી ફિલ્મો છીનવાઈ ગઈ, કેટલીકને તેમની ફિલ્મોની સિક્વલમાંથી હકાલપટ્ટી કરી દેવાઈ. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ રિપ્લેસમેન્ટનો સામનો કર્યો છે. પછી ભલે તે ગમે તેટલું મોટું નામ હોય. તાજેતરમાં, નુસરત ભરૂચા ફિલ્મ ડ્રીમગર્લ 2 માં રિપ્લેસ થવાને કારણે ચર્ચામાં છે. પરંતુ માત્ર નુસરત જ નહીં, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, તાપસી પન્નુ સહિતની ઘણી અભિનેત્રીઓએ રિપ્લેસમેન્ટની પીડા સહન કરી છે...!

નુસરત ભરૂચાઃ
ડ્રીમ ગર્લના પહેલા ભાગમાં અભિનેત્રી નુસરત ભરૂચાએ પ્રશંસનીય કામ કર્યું હતું. પરંતુ હજુ પણ ડ્રીમ ગર્લ 2 ના સમયે, અભિનેત્રીના સ્થાને અનન્યા પાંડેને કાસ્ટ કરવામાં આવી હતી.

તાપસી પન્નુ:
રિપોર્ટ્સ અનુસાર, તાપસી પન્નુને પહેલીવાર પતિ પત્ની ઔર વોમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ પછી અભિનેત્રીને જાણ કર્યા વિના, તેણીની બદલી કરવામાં આવી હતી.

ભૂમિકા ચાવલાઃ
અભિનેત્રી ભૂમિકા ચાવલા હાલમાં જ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં લાંબા સમય બાદ જોવા મળી છે. કિસી કા ભાઈ કિસી કી જાનની રિલીઝ પહેલા અભિનેત્રીએ પોતે કહ્યું હતું કે તે ઘણી ફિલ્મોમાંથી બહાર થઈ ગઈ છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે ફિલ્મ જબ વી મેટ પણ તેમાંથી એક હતી.

કેટરિના કૈફઃ
જ્યારે કેટરિના કૈફને સાયા ફિલ્મમાં તારા શર્માના સ્થાને લેવામાં આવી હતી, ત્યારે ટાઈગર 3 અભિનેત્રીને લાગ્યું કે તેની આખી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે.

કરીના કપૂર ખાનઃ
રિપોર્ટ્સ અનુસાર બાજીરાવ મસ્તાનીમાં દીપિકા પાદુકોણના સ્થાને અભિનેત્રી કરીના કપૂરને લેવામાં આવી હતી. કલ હો ના હો ફિલ્મમાં કરીના કપૂરની જગ્યાએ રાની મુખર્જીએ લીધી હતી. કહેવાય છે કે કરીનાને વધુ ફી માંગવાને કારણે ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news