ફરી પંકજ ત્રિપાઠીના પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટ્યો, ગમગીન બન્યા બોલીવુડ અભિનેતા

Road Accident: બોલીવુડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના બહેન અને બનેવીને ઝારખંડના ધનબાદમાં અકસ્માત નડ્યો છે. જેમા બનેવીનું મૃત્યું થયું છે. થોડા સમય પહેલાં જ ઓગસ્ટ 2023 માં પંકજ ત્રિપાઠીએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. 

ફરી પંકજ ત્રિપાઠીના પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટ્યો, ગમગીન બન્યા બોલીવુડ અભિનેતા

Pankaj tripathi brother in law: બોલીવુડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના બહેન અને બનેવીને ઝારખંડના ધનબાદમાં અકસ્માત નડ્યો છે. જેમા બનેવીનું મૃત્યું થયું છે. કલાકાર પંકજ ત્રિપાઠીના બહેન સવિતા તિવારી અને બનેવી રાજેશ તિવારીની કારના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમા સ્પષ્ટ રીતે દેખાય છે કે પુરપાટ ઝડપે આવતી કાર કઈ રીતે કાબૂ ગુમાવતા ડિવાઈડર પર ચડી જાય છે. 

પંકજ ત્રિપાઠીના બનેવી રાજેશને મુન્ના નામે પણ ઓળખવામાં આવતા હતા. તે રેલવે કર્મચારી હત અને તેમનું પોસ્ટિંગ ચિતરંજન સ્ટેશનમાં હતું. તે બિહારમાં પોતાના ગામથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જીટી રોડમાં ધનબાદ રિરસા પાસે તે રોડ અકસ્માતનો શિકાર થયા હતા. થોડા સમય પહેલાં જ ઓગસ્ટ 2023 માં પંકજ ત્રિપાઠીએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. 

એક તરફ મહિલા હાથમાં થેલી લઈને રસ્તો ક્રોસ કરતી હોય છે, તે સમયે જ સ્પીડમાં આવતી કાર મહિલાની અત્યંત નજીકથી પસાર થાય છે અને સીધી ડિવાઈડર પર જ ચડી જાય છે. જોકે વધુ ગતિમાં દોડતી કાર ડિવાઈડરની જ દિવાલ સાથે ટકરાઇ છે. અકસ્માતની ઘટના બનતા જ સવિતા અને રાજેશ તિવારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તબીબોએ પંકજ ત્રિપાઠીના બનેવી રાજેશ તિવારીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બહેન સવિતાની હાલત પણ ગંભીર હોવાથી તેમને કોલકાતા સારવાર માટે ખસેડાયા છે.

ડિવાઈડર સાથે અથડાઈ કાર 
પંકજ ત્રિપાઠીના બનેવી રાજેશની પોસ્ટિંગ પશ્ચિમ બંગાળના ચિતરંજનમાં હતી. તેમનું ગામ બિહારના ગોપાલગંજમાં છે. તે પોતાના ગામ કમાલપુરથી ચિત્તરંજન જઈ રહ્યા હતા. નિરસા માર્કેટ ચોક પર પહોંચતા પહેલા તેમની કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. કારની સ્પીડ ઘણી વધારે હતી. અથડામણમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી રાજેશ અને સરિતાને કારમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને તાત્કાલિક ધનબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીંના તબીબોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં રાજેશને બચાવી શક્યા ન હતા.  તો બીજી તરફ સરિતા આઇસીયૂમાં દાખલ છે. તેમની હાલત નાજૂક છે. 

ઓગસ્ટ 2023 માં પંકજે પિતાને ગુમાવ્યા
ગત વર્ષે ઓગસ્ટના મહિનામાં પંકજ ત્રિપાઠીએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. તેમના પિતા પંડિત બનારસ તિવારીનું નિધન 99 વર્ષની ઉંમરમાં થયું હતું. તેમના પરિવાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે તે દિવસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પરિવારના નજીકના સભ્યો સામેલ હતા. જ્યારે આ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે પંકજ ત્રિપાઠી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news