Anupama: શોકિંગ...અનુપમાનું આ સ્વરૂપ પહેલા ક્યારેય નહીં જોયું હોય, શરૂ થશે જીવનનો નવો અધ્યાય!

હંમેશા પોતાના ઘર અને પરિવાર વિશે વિચારતી અનુપમાના મોઢેથી આવી વાતો સાંભળીને બધાના હોશ ઉડી જશે પરંતુ તેને આટલી ગુસ્સામાં જોઈને કોઈની પણ હિંમત નહીં થાય કે તેને કશું જ કહે. એવું માનવામાં આવી રહ્યું છે કે અહીંથી હવે અનુપમાના જીવનનું બિલકુલ નવો ચેપ્ટર શરૂ થશે. 

Anupama: શોકિંગ...અનુપમાનું આ સ્વરૂપ પહેલા ક્યારેય નહીં જોયું હોય, શરૂ થશે જીવનનો નવો અધ્યાય!

ટીવી સીરિયલ અનુપમાના સોમવારના મહાએપિસોડમાં હવે એ થશે જેની બરખા અને માયા ક્યારના વાટ જોઈ રહ્યા હતા. અનુપમા અને અનુજ કાપડિયાની જોડી ફાઈનલી તૂટી જાય છે. સૌથી મોટી વાત એ છે કે ખુદ અનુપમાએ એ વાતની જાહેરાત કરી દીધી છે કે હવે તેને અનુજ કાપડિયા સાથે કોઈ મતલબ નથી. આજના એપિસોડમાં તમે જોઈ શકશો કે અનુજ કાપડિયા પોતાની અનુને મળવા માટે આવશે નહીં ને જ્યારે ફાઈનલી રાહ જોઈને થકી જશે તો તે તેને ફોન કરીને જણાવશે કે હવે તે ક્યારેય તેની પાસે આવશે નહીં. અનુજના મોઢેથી આ વાત સાંભળીને પહેલા તો અનુપમા તૂટી જશે પરંતુ જ્યારે લોકો તેને હિંમત આપવાની કોશિશ કરશે કે અનુજ આવશે તો તેનો પારો સાતમા આસમાને જતો રહેશે. તે કઈંક એવું કહેશે કે જે સાંભળીને બધાને હોશ ઉડી જશે. 

સમગ્ર કાપડિયા અને શાહ પરિવારની હાજરીમાં તે કહેશે કે હવે મારી વાત બધા ધ્યાનથી સાંભળી લો. આ ઘરમાં ખાસ કરીને મારી સામે અનુજ વિશે કોઈ વાત  નહીં કરે. મારે તેમના વિશે કઈ સાંભળવું નથી કે કહેવું નથી. ન મે તેમને કઈ પૂછ્યું કે ન તેમણે મને કઈ જણાવ્યું. બસ એટલું જ કહ્યું...તેમને મારી સાથે રહેવું નથી. મે આટલું સાંભળી લીધુ એ મારા માટે પૂરતું છે. તમારા બધાના સવાલનો બસ આ એક જ જવાબ છે કે અનુજ પાછા આવી રહ્યા નથી. હવે તે વિશે કોઈ વાતચીત કોઈ સવાલ નહીં. 

અનુપમાનો ગુસ્સો જોઈને વનરાજ શાહ તરત તકનો લાભ ઉઠાવશે અને તેને પોતાની સાથે આવવાનું કહેશે. લીલા પણ તેની હામાં હા પાડીને અનુપમાને શાહ નિવાસ આવવાનું કહેશે. ત્યારે અનુપમા બંનેને ઝાટકશે અને કહેશે કે તમે લોકો રોજ રોજ એક જ અખબાર નાખતા થાકતા નથી. ન મારે અનુજના ઘરે જવું છે કે ન તો તમારા. મારે કોઈના સાથની કે સહારાની જરૂર નથી. મિત્ર કે મિત્રતાની જરૂર નથી. દયા કે હમદર્દીની જરૂર નથી. અનુપમાનો આટલો એગ્રેસિવ અવતાર તમે કદાચ આજ સુધી જોયો નહીં હોય. 

જીવનનો નવો અધ્યાય!
અનુપમાનો ગુસ્સો ચરમસીમાએ હશે અને ઘરવાળાના કહેશે કે આ અનુપમાને કોઈ અનુજની જરૂર નથી, કે વનરાજની કે ન તો કોઈ બીજાની. હવેથી હું ફક્ત અને ફક્ત મારા માટે જીવીશ. ન મારા પતિ માટે કે ન પરિવાર માટે. હવેથી હું ફક્ત મારા માટે જીવીશ. હંમેશા પોતાના ઘર અને પરિવાર વિશે વિચારતી અનુપમાના મોઢેથી આવી વાતો સાંભળીને બધાના હોશ ઉડી જશે પરંતુ તેને આટલી ગુસ્સામાં જોઈને કોઈની પણ હિંમત નહીં થાય કે તેને કશું જ કહે. એવું માનવામાં આવી રહ્યું છે કે અહીંથી હવે અનુપમાના જીવનનું બિલકુલ નવો ચેપ્ટર શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news