Anupama: અનુપમા સામે બદલો લેવા મોટો નિર્ણય લઈ શકે છે પારસ કલનાવત? જાણીને ચોકી જશો

અનુપમાના એક્સ ઓન સ્ક્રીન પુત્ર પારસ કલનાવતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો આમ થાય તો પારસ રૂપિલા ગાંગુલી સામે બદલો જરૂર લઈ શકે છે. 

Anupama: અનુપમા સામે બદલો લેવા મોટો નિર્ણય લઈ શકે છે પારસ કલનાવત? જાણીને ચોકી જશો

નવી દિલ્હીઃ અનુપમા ટીવી સીરિયલમાંથી બહાર થયા બાદ પારસ કલનાવત (Paras Kalnawat) સતત ચર્ચામાં બનેલો છે. આ શો બાદ પારસે મેકર્સ અને અનુપમા બંનેની પોલ ખોલી છે. ત્યારબાદ પારસ જલદી રિયાલિટી શો 'ઝલક દિખલાજા સીઝન 10'માં જોવા મળવાનો છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે તે રૂપાલી ગાંગુલી અને અનુપમા શોના મેકર્સની નીંદર ઉડાવી શકે છે. જો આ વાત પર મહોર લાગી જાય તો અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી સામે બદલો લેવાનો પારસ કલનાવત કોઈપણ મોકો છોડશે નહીં. 

બિગ બોસ 16માં આવી શકે છે નજર
ઈ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પારસ કલનાવતને સલમાન ખાને રિયાલિટી શો બિગ બોસ માટે અપ્રોચ કર્યો છે. મેકર્સ ઈચ્છે છે કે પારસ આ શોની નવી સીઝનમાં જોવા મળે. પરંતુ આ વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ જો પારસ બિગ બોસની સીઝનમાં ભાગ લે છે તો નક્કી છે તે રૂપાલી ગાંગુલી અને શોના મેકર્સ પર મોટા ખુલાસા કરી શકે છે. 

રાતો-રાત અનુપમામાંથી પારસને કરી દીધો હતો બહાર
હકીકતમાં અનુપમાના મેકર્સે પારસ કલનાવતને શોમાંથી તત્કાલ બહાર કરી દીધો હતો. તેની પાછળનું કારણ ઝલક દિખલાજા 10 (Jhalak Dikhhla Jaa 10) સીઝન જાણ કર્યા વગર સાઇન કરવાની હતી. પરંતુ શોમાંથી ગયા બાદ પારસ પણ ખુદને રોકી શક્યો નહીં અને મેકર્સથી લઈને ટીવી સીરિયલ્સના સ્ટાર્સની પોલ ખોલી દીધી. 

નિયાની સાથે જોડી બનાવવા ઈચ્છે છે પારસ
પારસ કલનાવત અને નિયા શર્મા ઝલક દિખલાજા સીઝન 10માં કન્ટેસ્ટેન્ટ છે તે કન્ફર્મ છે. પરંતુ બંને સાથે એક જોડી તરીકે ડાન્સ કરશે કે નહીં, તે તો સમય જણાવશે. હાલ નિયા અને પારસના ડેટિંગના સમાચાર સતત ચર્ચામાં બનેલા છે. ઝલક દિખલાજાની નવી સીઝન 3 સપ્ટેમ્બરથી ઓનએર થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news