Kalki 2898 AD Teaser: કલ્કી ફિલ્મમાં અશ્વથામા બન્યા અમિતાભ બચ્ચન, જુઓ ફિલ્મનું દમદાર ટીઝર

Kalki 2898 AD: મચઅવેટેડ કલ્કી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. કલ્કી ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, દિશા પટણી, કમલ હાસન, અમિતાભ બચ્ચન સહિતના કલાકારો જોવા મળશે. કલ્કી ફિલ્મનું ટીઝર રિલીઝ થયાની સાથે વાયરલ થવા લાગ્યું છે.

Kalki 2898 AD Teaser: કલ્કી ફિલ્મમાં અશ્વથામા બન્યા અમિતાભ બચ્ચન, જુઓ ફિલ્મનું દમદાર ટીઝર

Kalki 2898 AD: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ કલ્કી ઘણા સમયથી ચર્ચામાં છે. નાગ અશ્વિનની ફિલ્મ કલ્કીને લઈ દર્શકો પણ ઉત્સાહિત છે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હશે અને ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના પાત્રમાં છે. અમિતાભ બચ્ચનના પાત્ર વિશે ખુલાસો એક ટીઝર સાથે કરવામાં આવ્યો છે. 

અમિતાભ બચ્ચનના દમદાર પાત્રની એક ઝલક દેખાડતું ટીઝર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અમિતાભ બચ્ચનના પાત્ર અંગે સ્પષ્ટતા પણ થઈ ગઈ છે. ફિલ્મ કલ્કીમાં અમિતાભ બચ્ચન અશ્વથામાનું પાત્ર ભજવશે. 20 સેકન્ડના ટીઝરથી પણ દર્શકોની આતુરતા વધી ચુકી છે.

આ ટીઝર ઈંટરનેટ પર ધુમ મચાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ટીઝર વાયરલ થઈ રહ્યું છે. કેટલાક યુઝર્સે તો આ ટીઝર જોઈ ફિલ્મની સરખામણી હોલીવુડ સાથે પણ કરી દીધી છે. આ ટીઝરને કેટલાક યૂઝર્સે ભારતીય સિનેમાનું અત્યાર સુધીનું શાનદાર કંટેંટ કહ્યું છે. 

કલ્કી ફિલ્મ એક સાઈ-ફાઈ સુપરહીરો થીમ બેસ્ડ ફિલ્મ છે. જેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, દિશા પટણી, કમલ હાસન, અમિતાભ બચ્ચન સહિતના કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 9 મે ના રોજ રિલીઝ થાય તેવી સંભાવના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news