આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે એકથી એક જોરદાર ફિલ્મો અને શો, જોઈ લો લિસ્ટ તમે પણ

Amazon Prime upcoming Show: કરણ જોહરે આ નવા શોનુ પોસ્ટર શેર કરીને મોટો ખુલાસો પણ કર્યો છે. અનન્યા પાંડેનો આ નવો શો એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. આ શો ની સાથે જ પ્રાઈમ વીડિયો પર કેટલાક નવા શો પણ જોવા મળશે. 

આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે એકથી એક જોરદાર ફિલ્મો અને શો, જોઈ લો લિસ્ટ તમે પણ

Amazon Prime upcoming Show: ચંકી પાંડે અને ભાવના પાંડેની દીકરી અનન્યા પાંડે હવે બોલીવુડની સફળ અભિનેત્રીઓમાંથી એક બની ગઈ છે. ખૂબ ઓછા સમયમાં તેણે બોલીવુડમાં પોતાનું નામ બનાવી લીધું છે. બોલીવુડમાં ડેબ્યુ કર્યા પછી થોડા સમયમાં તેણે ઘણા બધા પ્રોજેક્ટમાં કામ કર્યું છે. હવે ટૂંક સમયમાં અનન્યા પાંડે એક વેબ સિરીઝમાં પણ જોવા મળશે. અનન્ય પાંડે નો આ ડેબ્યૂ શો કોલની બે હશે. કરણ જોહરે આ નવા શોનુ પોસ્ટર શેર કરીને મોટો ખુલાસો પણ કર્યો છે. અનન્યા પાંડેનો આ નવો શો એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. આ શો ની સાથે જ પ્રાઈમ વીડિયો પર કેટલાક નવા શો પણ જોવા મળશે. 

એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે આ શો

કોલ મી બે

કરણ જોહરે શેર કરેલી પોસ્ટ અનુસાર અનન્યા પાંડે નો શો કોલ મી બે એક વેબ સિરીઝ હશે જે પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. જોકે આ શો ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોસ્ટમાં ફક્ત અનન્યા પાંડેનો સ્ટાઇલિશ લૂક જોવા મળે છે. 

છોરી 2

પ્રાઈમ વીડિયો પર કોલ મી બે ઉપરાંત છોરી 2 પણ રિલીઝ થશે. તેનું પોસ્ટર પણ પ્રાઇમ વીડિયો દ્વારા શેર કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં નુસરત બરુચા અને સોહા અલી ખાન જોવા મળે છે. બંનેનો લુક ખૂબ જ ડરાવે તેવો છે.

બી હેપી

રેમો ડિસુઝા દ્વારા નિર્મિત ફિલ્મ બે હેપીમાં અભિષેક બચ્ચન જોવા મળશે. બી હેપી ની સ્ટોરી ખુબ જ ખાસ છે. આ સ્ટોરી 13 વર્ષની બાળકી અને તેના પિતાની છે. આ ફિલ્મમાં નોરા ફતેહી અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. 

મહેતા બોયઝ

મહેતા બોયઝ શો પણ દમદાર હશે. જેનું પોસ્ટર પણ પ્રાઇમ વિડીયો દ્વારા શેર કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં બોમન ઈરાની અને અવિનાશ જોવા મળે છે જે પિતા અને પુત્રનો રોલ નિભાવશે. 

ફોલો કરલો યાર

એમેઝોન પ્રાઈમ પર ફોલો કરલો યાર શોથી ઉર્ફી જાવેદ ધમાલ મચાવશે. પોતાના અતરંગી લુકના કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહેતી ઉર્ફી હવે એમેઝોન પ્રાઈમના શોમાં જોવા મળશે. આ શોને જોવા માટે ઉર્ફીના ફેન્સ પણ એક્સાઇટેડ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news