Aishwarya Rai Video: રજનીકાંતને જોતા જ દોડીને ઐશ્વર્યા રાયે કર્યા ચરણ સ્પર્શ

મણિરત્નમની ફિલ્મ પોન્નિયય સેલ્વન પાર્ટ-1 નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. મંગળવારે ચેન્નાઈમાં જશ્નનો માહોલ હતો. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર ફિલ્મની સમગ્ર કાસ્ટ પહોંચી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ બનીને કમલ હસન પણ પહોંચ્યા હતા. પરંતુ બધા વચ્ચે સૌથી મોટી રોનક બની રહ્યા સુપરસ્ટાર રજનીકાંત, ઈવેન્ટ દરમિયાન અમિતાભ બચ્ચનના પુત્રવધુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ તે સમયે ત્યાં હતાં. જેવા તેમણે રજનીકાંતને જોયા કે તરત જ જઈને  ચરણસ્પર્શ કર્યા.

Aishwarya Rai Video: રજનીકાંતને જોતા જ દોડીને ઐશ્વર્યા રાયે કર્યા ચરણ સ્પર્શ

મણિરત્નમની ફિલ્મ પોન્નિયય સેલ્વન પાર્ટ-1 નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. મંગળવારે ચેન્નાઈમાં જશ્નનો માહોલ હતો. ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર ફિલ્મની સમગ્ર કાસ્ટ પહોંચી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ બનીને કમલ હસન પણ પહોંચ્યા હતા. પરંતુ બધા વચ્ચે સૌથી મોટી રોનક બની રહ્યા સુપરસ્ટાર રજનીકાંત, ઈવેન્ટ દરમિયાન અમિતાભ બચ્ચનના પુત્રવધુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ તે સમયે ત્યાં હતાં. જેવા તેમણે રજનીકાંતને જોયા કે તરત જ જઈને  ચરણસ્પર્શ કર્યા. એશ્વર્યાએ ચરણસ્પર્શ કરતા જ ઈવેન્ટમાં તાળીઓના ગડગડાટથી હોલ ગૂંજી ઉઠ્યો. રજનીકાંત અને ઐશ્વર્યા રાય ફિલ્મ 'રોબોટ' માં એક સાથે કામ કરી ચૂક્યા છે. આ ઈવેન્ટના અનેક વીડિયોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એક વીડિયો એશ્વર્યા રાય બચ્ચનનો પણ છે. જેમાં તે ફિલ્મના ડાઈરેક્ટર મણિરત્નમને પણ મળી રહી છે. 

ઈવેન્ટમાં અમિતાભ બચ્ચનના પુત્રવધુ અને અભિનેત્રી એશ્વર્યા રાય કાળા રંગના સલવાર કૂર્તી અને દુપટ્ટામાં પહોંચ્યા હતા. જ્યારે રજનીકાંત મુખ્ય અતિથિ તરીકે ઈવેન્ટમાં આવ્યા ત્યારે ઐશ્વર્યા રાય પાછળ લાઈનમાં હતા. રજનીકાંતને જોતા જ તે ત્યાં દોડીને આવ્યા. જો કે પહેલા તેમની સામે પોન્નિયન સેલ્વન પાર્ટ 1ના ડાઈરેક્ટર મણિરત્નમ આવ્યા. જેમને એશ્વર્યાએ ગળે મળીને અભિવાદન કર્યું. ત્યારબાદ રજનીકાંત તરફ આગળ વધ્યા અને નમીને ચરણસ્પર્શ કર્યા. રજનીકાંતે પણ હસતાં હસતાં આશીર્વાદ આપ્યા. 

— Aishwarya as Nandini(PonniyinSelvan)'ll b Historic (@badass_aishfan) September 6, 2022

અત્રે જણાવવાનું કે મણિરત્નમે અમિતાભ બચ્ચનની પુત્રવધુ એશ્વર્યાને 1997માં ઈરુવર ફિલ્મથી લોન્ચ કર્યા હતા. ત્યારબાદ આ જોડીએ રાવણ અને ગુરુ જેવી ફિલ્મો આપી. એશ્વર્યા રાય ઈવેન્ટમાં જ્યારે નમીને રજનીકાંતને ચરણસ્પર્શ કરી રહ્યા હતા ત્યારે થલાઈવાએ તેમને નમતા રોક્યા હતા અને સાઈડથી ગળે લગાવીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ બંનેએ એકબીજાને હાથ જોડીને નમસ્તે કર્યા. 

ઐશ્વર્યાએ ઈવેન્ટ દરમિયાન મણિરત્નમને પોતાના ગુરુ ગણાવ્યા અને કહ્યું કે મે તેમની પાસેથી જૂનુન, કામ અંગેનું કમિટમેન્ટ, ડેડિકેશન અને ફોકસ શીખ્યું છે. પૂર્વ મીસ વર્લ્ડે મંચ પરથી રજનીકાંત અને કમલ હસનનો આભાર પણ માન્યો અને કહ્યું કે રજની અને કમલ સર તમારા બંનેનું અહીં હોવું અમારા બધા માટે સપના જેવું છે. અમે બધા તમારા વિદ્યાર્થી અને ફેન છીએ અને હંમેશા માટે આમ જ રહીશું. 

— أسري🐿️ (@nameis_asri) September 6, 2022

પોન્નિયિન સેલ્વન પાર્ટ 1નું ટ્રેલર ગ્રાન્ડ રીતે લોન્ચ કરાયું છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રાણી નંદિનીની ભૂમિકા ભજવી રહ્યા છે. જે પઝુવુરના રાજકુમારી છે. આ સાથે જ મંદાકિની દેવીના રોલમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય કરિકાલનના રોલમાં ચિયાન વિક્રમ છે. આ ઉપરાંત ફિલ્મમાં વન્થિયાથેવનની ભૂમિાકમાં કાર્થી, કુંડવઈની ભૂમિકામાં ત્રિશા, અરુણમોઝી વર્મનની ભૂમિકામાં રવિ અને શોભિતા ધૂલિપાલાએ વનથીની  ભૂમિકા ભજવી છે. 

જુઓ ફિલ્મનું ટ્રેલર...

પોન્નિયિન સેલ્વન પાર્ટ 1 ચોલ સામ્રાજ્યની કહાની છે. તે લેખક કલ્કિ કૃષ્ણામૂર્તિના એ જ નામના તમિલ ઉપન્યાસ પર બની છે. આ ઉપન્યાસને 1950 ના દાયકા દરમિયાન રિલીઝ કરાયું હતું. પોન્નિયન સેલ્વન પાર્ટ 1 આ મહિનાના અંતમાં 30 સપ્ટેમ્બરે તમિલ, હિન્દી, તેલુગુ, મલિયાલમ, અને કન્નડમાં સિનેમાઘરોમાં રિલીઝ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news