Aishwarya Rai Bachchan: કાંસ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ દેખાડી એવી ફેશન કે હાથનું પ્લાસ્ટર પણ લાગ્યું સુંદર.. જુઓ ફોટો

Aishwarya Rai Bachchan Cannes 2024: એશ્વર્યા રાય બચ્ચન ફેસ્ટિવલ 2024 માં પહોંચી ચૂકી છે અને અહીં તેને પોતાની સ્ટાઈલથી એવો જલવો દેખાડ્યો છે કે દુનિયાભરના લોકો જોતા રહી ગયા. એશ્વર્યા રાય બચ્ચને હાથના પ્લાસ્ટરને પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવી દીધું છે.

Aishwarya Rai Bachchan: કાંસ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ દેખાડી એવી ફેશન કે હાથનું પ્લાસ્ટર પણ લાગ્યું સુંદર.. જુઓ ફોટો

Aishwarya Rai Bachchan Cannes 2024: બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના જેટલા વખાણ થાય કેટલા ઓછા... આવું હાલ સોશિયલ મીડિયા પર લોકોનું રિએકશન છે. એશ્વર્યા રાય બચ્ચને ફરી એક વખત સાબિત કરી દીધું કે તેને વિશ્વસુંદરી શા માટે કહેવાય છે. એશ્વર્યા રાય બચ્ચન ફેસ્ટિવલ 2024 માં પહોંચી ચૂકી છે અને અહીં તેને પોતાની સ્ટાઈલથી એવો જલવો દેખાડ્યો છે કે દુનિયાભરના લોકો જોતા રહી ગયા. એશ્વર્યા રાય બચ્ચને હાથના પ્લાસ્ટરને પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવી દીધું છે. કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં હાથમાં પ્લાસ્ટર સાથે એશ્વર્યા રાયે રેડ કાર્પેટ પર વોક કરીને ગ્લેમ ગેમ ચેન્જ કરી દીધી છે. એશ્વર્યા રાયના આ લુકના વખાણ જોર શોરથી થઈ રહ્યા છે. 

ફેસ્ટિવલમાં આ વર્ષે ઐશ્વર્યા બ્લેક એન્ડ વાઈટ કલરના ગાઉનમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી. એશ્વર્યા રાય બચ્ચનના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. તસવીરમાં જોઈ શકાય છે કે એશ્વર્યા રાયના જમણા હાથમાં પ્લાસ્ટર છે. પ્લાસ્ટર સાથે જ ઐશ્વર્યા રાયે વ્હાઇટ એન્ડ બ્લેક કલરના સ્ટાઇલિશ ગાઉનમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. 

એશ્વર્યા રાય બચ્ચન આ લુકમાં ગજબની સુંદર લાગી રહી હતી. એશ્વર્યા રાયએ સ્ટાઇલિશ બ્લેક એન્ડ વાઈટ ગાઉનની સાથે કાનમાં ગોલ્ડ ઇયરિંગ્સ કેરી કરી છે. સાથે જ તેણે મેકઅપને સોફ્ટ રાખ્યો છે અને લાઈટ કલરનો લિપ શેડ કર્યો છે. તેણે વાળને પાર્ટીશન સાથે હાફ ટાઈ કર્યા છે અને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. 

એશ્વર્યા રાયના આ લુકના વખાણ લોકો કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમય પછી ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની છે. આ પહેલા એશ્વર્યા રાય બચ્ચન વર્ષ 2002માં કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news