Govt Employees: સરકારી કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉંમરમાં શું ફેરફાર થશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

Central Govt Employees: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે  બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેવાનિવૃત્તિ વયમાં ફેરફાર થશે કે નહીં તે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં સિંહે આ નિવેદન આપ્યું.

Govt Employees: સરકારી કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉંમરમાં શું ફેરફાર થશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

Central Govt Employees: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે  બુધવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેવાનિવૃત્તિ વયમાં ફેરફાર થશે કે નહીં તે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં સિંહે આ નિવેદન આપ્યું. તેમણે એમ પણ કહ્યું કે સેવા નિયમોની વિવિધ જોગવાઈઓ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 122 સરકારી અધિકારીઓને અનિવાર્ય સવાનિવૃત્તિ આપવામાં આવી છે. 

સેવાનિવૃત્તિની ઉંમરમાં થશે ફેરફાર?
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેવાનિવૃત્તિની ઉંમરમાં ફેરફાર માટે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તેમણે એમ પણ કહ્યું કે એફઆર 56(જે)/ સમાન જોગવાઈઓ હેઠળ સમીક્ષા પ્રક્રિયાનો હેતુ દક્ષતા લાવવાનો અને પ્રશાસનિક મશીનરીને મજબૂત કરવાનો છે. 

તેમણે કહ્યું કે સરકાર પ્રશાસનને મજબૂત કરવા અને શાસનમાં સમગ્ર  કાર્ય કુશળતામાં સુધાર લાવવા માટે ડિજિટલીકરણ, ઈ ઓફિસના વધતા ઉપયોગ, નિયમોના સરળીકરણ, સામયિક કેડર પુન: રચના અને બિનજરૂરી કાયદાઓ નાબૂદ કરવા પર ભાર આપવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. 

આ સાથે તેમણે કહ્યું કે વિવિધ મંત્રાલયો/વિભાગો/કેડર નિયંત્રણ ઓથોરિટી (CCA) દ્વારા પ્રદાન કરાયેલી પ્રોબિટી પોર્ટલ (30.06.2023 સુધી) પર ઉપલબ્ધ લેટેસ્ટ જાણકારી/ડેટા મુજબ મૌલિક નિયમો (એફઆર)-56 (જે)/ સમાન જોગવાઈ ચાલુ વર્ષ સહિત છેલ્લા ત્રણ વર્ષ (2020-23) દરમિયાન કુલ 122 અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news