Multibagger Stock: અંબાણીનો આ ગજબનો શેર છે...જાણે પૈસા છાપવાનું મશીન, આટલા સમયમાં 10000 બન્યા 2 લાખ

શેર બજાર ભલે ઉતાર ચડાવ અને જોખમવાળો વેપલો ગણાતો હોય પરંતુ એમાં એવા અનેક શેર હોય છે જે રોકાણકારોને માલામાલ કરી નાખે છે. આવું જ કઈક એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીની કંપનીનું છે. 

Multibagger Stock: અંબાણીનો આ ગજબનો શેર છે...જાણે પૈસા છાપવાનું મશીન, આટલા સમયમાં 10000 બન્યા 2 લાખ

શેર બજાર ભલે ઉતાર ચડાવ અને જોખમવાળો વેપલો ગણાતો હોય પરંતુ એમાં એવા અનેક શેર હોય છે જે રોકાણકારોને માલામાલ કરી નાખે છે. આવું જ કઈક એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીની કંપની આલોક ઈન્ડસ્ટ્રીઝના શેર કર્યું છે. જેનો ભાવ માત્ર ચાર વર્ષમાં જ એક રૂપિયાથી વધીને 27 રૂપિયાને પાર પહોચી ગયો છે. આ સમયગાળામાં અંબાણીના આ પેની સ્ટોકે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

1800% રિટર્ન
મુકેશ અંબાણીની કંપનીનો આ પેની સ્ટોક ઓછા સમયમાં જ પોતાના રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયો છે. આલોક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોમાં પૈસા લગાવનારાને મળેલા રિટર્ન પર નજર ફેરવીએ તો ઓક્ટોબર 2019થી અત્યાર સુધીમાં તેણે લગભગ 1800 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ સમયગાળામાં શેરનો ભાવ લગભગ 1 રૂપિયાથી વધીને હવે 27.10 રૂપિયા પર પહોંચી ચૂક્યો છે. બરાબર ચાર વર્ષ પહેલા એટલે કે 20 માર્ચ 2020ના રોજ આ શેરના  ભાવ લગભગ 5 રૂપિયા પર હતા. 

એક વર્ષમાં કમાલ
આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરથી રોકાણકારોને મળેલા રિટર્નના આંકડાનો હિસાબ જોઈએ તો જો કોઈ રોકાણકારે માર્ચ 2020માં પણ આ સ્ટોકમાં માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હશે અને તેને અત્યાર સુધી હોલ્ડ કર્યા હશે તો તેના રોકાણની રકમ વધીને લગભગ 2 લાખ રૂપિયા થઈ ગઈ હશે. આ સ્ટોકે ચાર વર્ષમાં જ નહીં પરંતુ ફક્ત એક વર્ષમાં પોતાના રોકાણકારોના પૈસાને ડબલ કરવાનું કામ કર્યું છે. છેલ્લા એક વર્ષના પરફોર્મન્સની વાત કરીએ તો આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરે 118.55 ટકાનું રિટર્ન આપ્યું છે અને શેરનો ભાવ 14.70 રૂપિયા વધ્યો છે. એટલે કે એક વર્ષમાં જ આ શેરે રોકાણકારોના એક લાખ રૂપિયાને બે લાખમાં ફેરવી દીધા છે. 

છેલ્લા છ મહિનાની વાત કરીએ તો ટેક્સટાઈલ કંપનીના આ પેની સ્ટોકની કિંમતમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર 19 માર્ચના રોજ કંપનીના શેર 2.17 ટકાના ઘટાડા સાથે 27.10 રૂપિયાના સ્તર પર ક્લોઝ થયા હતા. 

કંપનીમાં રિલાયન્સની ભાગીદારી
ટેક્સ્ટાઈલ સેક્ટરની આ કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન 13550 કરોડ રૂપિયા છે. અને વર્ષ 2020માં મુકેશ અંબાણીએ પોતાના કારોબારનો વિસ્તાર કરતા ટેકઓવર કરી હતી. અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આલોક ઈન્ડસ્ટ્રીઝમાં 40.01 ટકા ભાગીદારી છે. જ્યારે 34.99 ટકાભાગ જે એમ ફાઈનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન પાસે છે. આ કંપની ભારતમાં જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટ માટે પણ ક્લોથિંગ પ્રોડક્ટ્સ બનાવે છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news